Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વીજળીનો વાયર બળી જવાથી પૈસાની માંગ કરતાં સગા ભાઈએ ભાઇ પર ચપ્પુ મારી કર્યો જીવલેણ હુમલો

Share

ભરૂચ
ભરૂચ તાલુકાના ઝંઘાર ગામે નવીનગરીમાં રહેતા કિરણ ભિખાભાઈ રાઠોડ તેના માતા-પિતા ભાઈ સાથે રહે છે. તેમાં મોટા ભાઈ કિશન ,તેનાથી નાના કિરણ છે. અને સૌથી નાનો દિપક છે.તેમાં મોટા ભાઈ કિશન ના લગ્ન થઈ ગયા અને તેમના પત્ની સાથે સંયુક્ત કુટુંબ માં રહે છે. તા.૨૪ જૂન ૨૦૨૫ને  સાંજે  સાત વાગ્યે ખેતર થી ઘરે પરત થતાં તેમના ઘરે વીજળી નો વાયર બળી ગયો હતો. કિરણ પાસે રૂપિયા નહીં હોઇ તેણે તેના મોટા ભાઈ કિશન પાસે પૈસા ની માંગ કરી તો કિશને ઉશ્કેરાઇ જઇ તું મારી પાસે પૈસા કેમ માંગે છે . તેમ કહી જઘડો કર્યો હતો. અને  તેને મારવા લાગ્યો હતો. જેથી તેની માતા કાન્તાબેન અને ભાભી જશીબેન બંનેએ દોડી આવી તેમનો ઝઘડો છોડાવ્યો હતો. મામલો ગરમાતાં મોટા ભાઈ  કિશને પોતાના ઘરનું ચપ્પુ લાવી કિરણને છાતીમાં અને બરડા પર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી  કિશન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ તેનો નાનો ભાઈ દિપક અને તેમના પિતા ઘરે આવતા કિરણને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને તુરંત સારવાર માટે એમ્બુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share

Related posts

નસવાડી તાલુકાનાં કાળીડોળી પાસેથી નસવાડી પોલીસે એક બોલેરો જીપમાં વહન થતો 7 લાખની કિંમતનો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટીમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!