નબીપુરના લુવારા પાસે બનેલી ઘટના
ભરૂચ.
રાજસ્થાનના બાડમેરના વતની મોહનસિંહ દેરાવરસિંહ સોઢા સુરતમાં કપડાની દુકાન ધરાવે છે. તેઓ તમના ઘરે હતાં. તે વેળાં સવારે છ વાગ્યાના અરસામાં તેમના પિતરાઇભાઇ જનકસિંહ તખતસિંહ સોઢાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે તેમના કાકા ભવાનસિંહ પ્રેમસિંહ સોઢા (રહે. સુકાલીયાડોર બીજરાડ, બાડમેર) સાથે તેમની આયશર ગાડી લઇને ડીસાથી વાપી જઇ રહ્યાં હતાં. દરમિયાનમાં નબીપુર પાસે લુવારા ગામ પાસે આશિર્વાદ હોટલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં રોડ પર બંધ પડેલાં કન્ટેઇનર ગાડીની પાછળ આયશર ગાડી અથાડી દેતાં તેમનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું છે.જેથી તેઓ તુરંત સુરતથી ભરૂચ આવી પહોંચ્યાં હતાં. સ્થળ પર પહોંચી જોતાં તેમના પિતરાઇ ભાઇ જનકસિંહને ગંભીર ઇજાઓ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેમના કાકા ભવાનસિંહનું મોત થયાનું જણાયું હતું. ઘટનાને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
