Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી : વણાકપોર ગામના ખેડૂતના કૃષ્ણપરી ની સીમમાં આવેલ ખેતરમાં ચોરી બોર પર લગાવેલ રુ.૨૯૦૦૦ ની કિંમત નું હેડ યુનિટ ચોરાયું.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

રાજપારડી નજીકના વણાકપોર ગામે રહેતા ગીરીશભાઇ અમૃતલાલ શાહ નજીકના કૃષ્ણપરી ગામની સીમમાં ખેતર ધરાવે છે.મણીનાગેશ્વર રોડ પર આવેલ તેમનું આ ખેતર વણાકપોરના અન્ય રહીશ ને ભાગે ખેડવા આપેલ છે.આ ખેતરમાં કેળના ટીસ્યુ નું વાવેતર કરેલ હોઇ સીંચાઇ માટે ડ્રીપ એરીગેશન લગાવેલ છે.દરમિયાન તા.૩ જીના રોજ ખેતરે આંટો મારવા ગયા ત્યારે બોર સાથે લગાવેલ ડ્રીપનું હેડ યુનિટ જોવા મળેલ નહિ.કોઇ ચોર પાનાથી ખોલીને લઇ ગયેલ હોવાનું જણાયુ હતુ.ચાર માસ અગાઉ લગાવેલ આ રૂ.૨૯૦૦૦ ની કિંમત નો સામાન ચોરાતા ખેતર મ‍ાલિક ને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.આ ચોરાયેલા સામાન ની તપાસ કરવા છતા મળ્યો નહતો.જેથી ગીરીશભાઇ એ રાજપારડી પોલીસમાં આ બાબતે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 108 નાં કર્મચારીઓ દ્વારા દીપ પ્રગટાવીને લોકોને સંદેશ વહેતો કર્યો કે અમે તમારી રક્ષા માટે હંમેશા કટિબદ્ધ છીએ ભરૂચ શહેર જિલ્લાના લોકો સાથે 108 ની ટીમ હંમેશા તત્પર રહેશે.

ProudOfGujarat

રાજપારડી નગરનાં બંધ ખાનગી દવાખાનાં ચાલુ કરાવવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં ડિવાઇડરો પર સ્ટ્રીટલાઇટના અભાવે વાહનચાલકોને મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!