Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરાયું

Share

ભરૂચ

મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરના તા.૦૧/૦૭/૨૦૨૫ ના પત્ર ક્રમાંક:પીએસટી /૧૦૨૦૨૫/૬૪૩/છ થી તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરવા સુચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અગાઉ કુલ-૧૩૪૨ મતદાન મથકો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૪૧ નવા મતદાન મથકો, ૫૪ પ્રભાગની પુનઃરચના/ફેરબદલ અને ૨૫(પચ્સીસ) મતદાન મથકોના સ્થળ/નામમાં ફેરફાર કરવામાં આવેલ છે.
આ સુધારા-વધારા યાદી જિલ્લા ચુંટણી અધિકારીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ https://bharuch.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઇ સલાહ-સુચનો હોય તો તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં સબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીમાં રજુઆત કરવા આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. તેમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડ ખાતે કાવ્યોત્સવ અને પૂર્વ તાલીમાર્થીઓની સભા યોજાઇ.

ProudOfGujarat

ડેડીયાપાડા વિસ્તારના ૨૧ લાખના વિદેશી દારૂની હેરાફેરીના કેસનાં મુખ્ય આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

જંબુસરનાં કાવી કંબોઇ શિવરાત્રી મેળામાં પાંચ મોબાઈલ ચોર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!