Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનમાં પિતાની ટિકિટ પર મુસાફરી કરતાં પુત્રને દંડ કરતાં સીટીઆઇ પર હુમલો

Share

ભરૂચ.
વડોદરાના વાસણા રોડ પર આવેલી મધુકુંજ સોસાયટીમાં રહેતાં પ્રદિપસિંહ મદનસિંહ ચૌહાણ રેલવેમાં સીટીઆઇ તરીકે ફરજ બજાવે છે. તેઓ હરિદ્વાર સુપરફાસ્ટ એક્સ્પ્રેસ ટ્રેનમાં ફરજ પર હતાં. તે વેળાં સાંજે સવાપાંચ વાગ્યે ભરૂચ રેલવે સ઼્ટેશનેથી ટ્રેન ઉપડ્યાના થોડા જ સમય બાદ કોચ નંબર એસ-1માં આવતાં કોચ કંડક્ટર પી. ડી. દુબેએ તેમને જણાવ્યું હતું કે, આગળથી ટ્રેનમાં એક મનિષ વિનોદ ઉપાધ્યાય (રહે. નહેરૂ પેલેેસ, સાઉથડેઇલી, દિલ્હી) નામનો મુસાફર પાસે ગયાં તો તેણે ટિકિટ આપી હતી. જોકે, તે ટિકિટ તેના પિતાના નામથી હોવાને કારણે અન્ય પેસેન્જરની ટિકિટ પર મુસાફરી કરી ન શકાય તેમ હોવાથી તેઓએ ભારતીય રેલવે એક્ટની કલમ 142 મુજબ અન્ય ગુનો કર્યો હોવાથી તેમને તે જણાવ્યું હતું. ઉપરાંત તેમણે તેની પાસેથી 900 રૂપિયાનો દંડ વસુલવાનો થતો હોવાનું જણાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. તેણે આવેશમાં આવી તેમના પર હુમલો કરી ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં. બનાવને પગલે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામે ઈલેક્ટ્રીક શોટ લગતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ProudOfGujarat

ભરૂચમાં હ્યુન્ડાઇ નવજીવન પ્લાઝા ખાતે SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચ કરાઈ SBI બેન્ક એક જ દિવસમાં પૂરેપૂરી લોન મંજુર કરી આપશે

ProudOfGujarat

લુણાવાડા: ખાનપુર તાલુકાના દેગમડા ગામે મહિસાગર નદીમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડુબ્યા, ત્રણની મળી લાશ,અન્યની શોધખોળ ચાલુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!