Proud of Gujarat
GujaratFeaturedINDIA

લુણાવાડા: ખાનપુર તાલુકાના દેગમડા ગામે મહિસાગર નદીમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડુબ્યા, ત્રણની મળી લાશ,અન્યની શોધખોળ ચાલુ

Share

લુણાવાડા: ખાનપુર તાલુકાના દેગમડા ગામે મહિસાગર નદીમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડુબ્યા, ત્રણની મળી લાશ,અન્યની શોધખોળ ચાલૂ…
મહિસાગર જિલ્લામા આજે રવિવાર ગોજારો સાબિત થયો હતો.મહિસાગર નદીમા ન્હાવા પડેલા પાંચ યુવાનો પાણીમા ગરકાવ થઇ ગયા હતા.ખાનપુર તાલુકાના દેગમડા ગામ પાસે મહિસાગર નદીમા આ ગોજારી ઘટના બની હતી.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ફાયર બિગ્રેડ તંત્ર દોડતુ થયુ હતુ.પાંચ યુવાનો પૈકી ત્રણ યુવાનોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે.તેમ જાણવા મળ્યુ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દેગમડા ગામ પાસે વહેતી મહિસાગર નદીમાં
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના પાંચ યુવાનો પુરુષોત્તમ પવિત્ર માસની અગિયારસ હોવાથીન્હાવા માટે આવ્યા હતા.નદીમાં ન્હાવા પહેલા પાંચેય યુવાનો નદીમાં ડૂબ્યા લાગ્યા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાંચેય યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતુ. જ્યા લાશ્કરો દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામા આવી હતી.ત્યારબાદ કૃપાલ મનુભાઈ પટેલ, ઇશાન અમૃતભાઈ પટેલ, ધ્રુવ નરેશભાઈ પટેલ નામના ત્રણ યુવાનના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર નદીમાં ડૂબેલા પાંચેય યુવાનો એન્જિંનિયરિંગના વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યુ છે. બનાવના સ્થળે લોકટોળા ઉમટયા હતા.પરિવારજનોમાં ભારે શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

Advertisement

 


Share

Related posts

અંદાડા ગામ પાસે લૂંટની ઘટનામાં અન્ય ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડતી અંકલેશ્વર પોલીસે

ProudOfGujarat

અમદાવાદમાં 3 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરતી SOG ક્રાઈમ બ્રાંચ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કંચન પરી ગામેથી ત્રણ વર્ષની માદા દીપડી પાંજરે પુરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!