Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નર્મદા નદી કિનારે જાહેરમાં જુગાર રમતાં 5 ઝડપાયાં

Share

ભરૂચ.
ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી છે. જેના આધારે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં નાસભાગ થઇ હતી. જોકે, ટીમે 6 જુગારિયાઓને ઝડપી પાડ઼યાં હતાં. જેમાં તેમના નામ જશવંત ગણેશ વસાવા, ઇમરાન ઇકબાલ મન્સુરી, અર્જૂન વીનુ ઓડ, હિતેશ કનુ વસાવા, જયંતિ નાનસંગ રાઠોડ તેમજ રોહન રાજેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.પોલીસે જુગારિયાઓની અંગ જડતીમાાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 13 હજારથી વધુની રોકડ તેમજ 5 મોબાઇલ મળી કુલ  38 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ જુગારિયાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ જિલ્લામાંથી શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે 6 ઈસમોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના એક નાનકડા ગામમાં રહેતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીનું અપહરણ કરી બળાત્કાર થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આરતીનો લ્હાવો લીધો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!