Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કિરાણાની દુકાનની આડમાં ગાંજો વેચતો વેપારી ઝબ્બે : અન્ય એક ફરાર

Share

ભરૂચ.
દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ દિપજય તેમજ કોન્સ્ટેબલ સેતાનસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામે આવેલી સેફરોન સિટી સોસાયટીમાં રહેતો અને કરિયાણાની દુકાન ચલાવતો નરેશ હેમજી પરમાર દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં નરેશ પરમાર તેની સુર્યદેવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં જ મળી આવ્યો હતો. ટીમે તેની દુકાનમાાં તપાસ કરતાં તેમને કુલ 951 ગ્રામ એટલે કે કુલ 10 હજારની મત્તાનો ગાંજો મળી આવ્યો હતો. ટીમે તેને ગાંજા બાબતે પુછતાં જણાવ્યું હતું કે, દુકાનનો માલિક સુરેશપુરી દેવપુરી ગૌસ્વામી (રહે. હાલ રહે. સેફરોન સીટી, મુળ રહે. પાલી રાજસ્થાન) તેને ગાંજાનો જથ્થો આપી જતો હતો. જે તે 200-200 રૂપિયાની નાની પડિકી બનાવીને વેચતો હતો. ટીમે બન્ને વિરૂદ્ધ નાર્કોટીસ્ક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટન્સીસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ સુરેશ પુરીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. બીજી તરફ નરેશ પરમાર કેટલાં સમયથી આ વ્યવસાય કરતો હતો, અન્ય કોઇ તેમાં સંડોવાયેલાં છે કે કેમ તેની વિગતો મેળવવા તેમના રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

દામાવાવ પોલીસ મથકના PSI જી.જે.રાવતનો સપાટો. વિદેશી દારુના જથ્થા સાથે એકની ધરપકડ.બુટલેગરોમાં ફફડાટ.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રી ગટ્ટૂ વિદ્યાલયના વિદ્યાર્થીએ શાળાનું તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું…

ProudOfGujarat

ગુજરાત રાજય ખેલમહાકુંભ – ૨૦૨૨ સુરત ડિસ્ટ્રીક્ટ રેસીંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કઠોર એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા ડી.એલ.એસ.એસ.ટીમ ચેમ્પિયન જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!