ભરૂચ
ભરૂચ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બદતર હાલતને લઇને ભરૂચ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ તેમજ કોગ્રેસના આગેવાનોએ સોમવારે જિલ્લા કલેક્ટર તેમજ આરએન્ડબી વિભાગને આવેદન પત્ર આપ્યું હતું. તેમજ રસ્તાના કામોમાં થયેલાં ભ્રષ્ટાચારની તપાસ થવા સાથે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. જો, તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
ભરૂચ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ તેમજ યુવા કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાના જનપ્રતિનિધીઓએ મળી ભરૂચ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગો તેમજ બ્રિજ અને નગરપાલિકા વિસ્તારના ખરાબ રસ્તાઓને લઇને કલેક્ટર અને આરએન્ડબી વિભાગને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય ધોરી માર્ગો પર ખાડાઓ અને નબળા બાંધકામ કરાયાં છે.અંક્લેશ્વર-નેત્રંગ, દેરોલ -વાગરા, આમોદ-જંબુસર, ભરૂચ – દહેજ રોડ તાજેતરમાાં વરસેલાં વરસાદમાંધોવાઇ જતાં આ માર્ગ પરથી પસાર થવું જોખમભર્યું બની ગયું છે.
એનએચ-48 તેમજ એનઇ-4 સાથે જોડાતાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ અતિષય વધી ગયું છે.સમગ્ર રોડ પર ઉંડા ખાડાઓથી ટ્રાફિક જામ સહિત અકસ્માત અને વાહનોને નુકશાનીની પણ ભિતી સેવાઇ રહી છે.ભરૂચ જિલ્લાના કેટલાંય બ્રિજ-પૂલ બંધ કરી દેવાયાં છે.જોકે, તેમનો રિપેરિંગ પ્લાન જાહેર થય નથી.ત્યારે રિપેરિંગની કામગીરી માટે સમયમર્યાદા જાહેર કરી પબ્લિક ડોમિન પર મુકવામાં આવે. નેત્રંગ-દેડિયાપાડા વચ્ચે કરજણ નદી પરનો પુલ અને વાલિયા તાલુકાના દહેલી ગામે આવેલો કીમ નદી પરન પુલ અત્યંત જર્જરિત હાલતમા છે. ત્યારે તાત્કાલિક અસરે થર્ડ પાર્ટી ટેક્નિકલ સર્વે અને સમારકામ ફરજિયાત કરવામાં આવે. પાલિકા દ્વારા પણ પ્રિમોન્સુન કામગીરીમાં કરોડો રૂપિયા આચરવામાં આવે તવી કોંગ્રેસે માગ કરી હતી
વધુમાં તેમણે ખાસ રજૂઆત કરવા સાથે માગણી કરી હતી કે, તમામ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગોનું તાત્કાલિક ટેક્નિકલ સર્વે કરવામાં આવે, ગંભીરા દુર્ટનામાં મૃતક પરિવારજનોને ન્યાય મળે અને પુલ દુર્ઘટનાના જવાબદાોસામે કડકમાં કડક કાર્યવાહી કરે. ભરૂચ નગરપાલિકા તેમજ આરએન્ડબી વિભાગ દ્વારા કરાયલાં કામોમાાં ભ્રષ્ટાચાર થયો હોવાની તટસ્ટ થપાસ કરવામાં આવે અને દોષિત સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
