Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: રહાડપુરની મિલન નગર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં, દોઢ વર્ષમાં જ તૂટી ગયો ગ્રામ પંચાયતનો રોડ

Share

ભરૂચ શહેર નજીક આવેલા રહાડપુર ગામની મિલન નગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું. પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે,ફરિયાદો કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને આ દિનચર્યા દરમ્યાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી રોડ અને ગટર વ્યવસ્થાની મરામત કરવામાં આવે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓનેની એસ. વી. એસ. કક્ષાની બેઠક નેત્રંગ ખાતે યોજાઇ

ProudOfGujarat

31 ડિસેમ્બરને લઈને નર્મદા પોલીસ એલર્ટ,સાગબરની ધનશેરા ચેકપોસ્ટ પોલીસે સીલ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!