આમોદ તાલુકાના સરભાણ ગામના ત્રણ રસ્તા પાસે ભયાનક અકસ્માત સર્જાયો. ટેન્કર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું.મૃતક સંકેતભાઈ કિશોરભાઈ જડિયા (ઉ.વ. 37), જંબુસરના સુભાષ મેદાન વિસ્તારમાં રહેતા હતા. તેઓ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સંકેતભાઈએ હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથામાં ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ દુર્ઘટનાજનક મોત થયું.ઘટનાની જાણ થતા જ જંબુસરના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મહામંત્રી સાથે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર દોડી આવ્યા હતા. ધારાસભ્ય સ્વામીએ તાત્કાલિક પીએમની કાર્યવાહી કરવા સૂચના આપીને મૃતદેહ તેમના સગાસંબંધીઓને વહેલી તકે સોંપવાની સુચના આપી.આમોદ પોલીસએ મૃતદેહ ઉપર કબજો મેળવી પ્રાઈવેટ વાહન મારફતે તેને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો અને પીએમ માટે કાર્યવાહી શરૂ કરી. ઘટનાને લઈને સંકેતભાઈના પરિવારજનો અને સગાસંબંધીઓમાં શોકનું મોજું છવાઈ ગયું છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.
આમોદ: સરભાણ ગામે અકસ્માત, બાઈક સવારનું ઘટનાસ્થળે કરૂણ મોત
Advertisement
