Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંગાર ગામની સગીરને કોઈ ભગાડી ગયાની આશંકા સાથે પોલીસ ફરિયાદ

Share

ભરૂચ
ભરૂચના ઝંગાર ગામે રહેતી સુમન રાઠોડના લગ્ન બોરભાઠા ગામના જગદીશ રાઠોડ સાથે થયા હતા. દાંપત્યજીવનમાં તેની ત્રણ છોકરી હતી પરતું આજથી દશ વર્ષ પહેલા કોઈ અણ-બનાવને લઈ તે તેની ત્રણેય છોકરીને લઈ પોતાના પિયરમાં રહે છે અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન કરે છે.મોટી છોકરી જયા અને તેનાથી નાની હેતલ અવાર-નવાર તેના પિતાના ઘરે બોરભાઠા ખાતે રહેવા જાય છે. પરંતુ બે મહિના પહેલા જયા અને હેતલને તેની માતા બોરભાઠાથી ઝંગાર ગામે લાવી હતી. સવારે આઠ વાગ્યે જયાએ હું ગામમા જાવ તેમ કહી ઘરેથી બાહર નીકળી હતી. ત્યાર પછી તેની માતા મજૂરી માટે કામે ગઈ અને સાંજે છ વાગ્યે અરસામાં ઘરે આવી ને જોયું તો જયા ઘરે નહોતી તેની તપાસ ગામમાં કરી પણ ન મળી ,તેના પિતા ને આ બાબતે પૂછાતા તે ત્યાં પણ આવી ન હોવાનું તેમણે જણાવ્યુ હતું. તેમજ તેની તપાસ માટે તેના પિતાએ આજુ બાજુ ના ગામ તથા સગા-સંબધીને ત્યાં તપાસ કરતાં ત્યાં પણ ન  હતી. જેના પગલે તેમના પરીવારને તેમની 15 વર્ષની પુત્રીને કોઈ ભગાડી ગયાની આશંકાએ તેમણે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.

Advertisement

Share

Related posts

મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાના આકરા પ્રહાર

ProudOfGujarat

“હેપ્પી બર્થ ડે મમ્મીજી”ની લેખિકા, દિગ્દર્શક અને અભિનેત્રી શેફાલી શાહે પ્રેક્ષકોનો તેમની ફિલ્મની પ્રશંસા અને પ્રેમ માટે આભાર માન્યો!

ProudOfGujarat

ગોધરા : બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ઝડપી પાડી, વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!