Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો રાજ્યકક્ષાએ ૬૧મો, રાષ્ટ્રીય કક્ષાએ ૧૪૪ ક્રમ આવ્યો

Share

વિવિધ માપદંડોના આધારે શહેરને સ્વચ્છતા અંગેનો ક્રમ આપવામાં આવે છે
| ભરૂચ |
સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાએ રાજ્યમાં 61માં જયારે રાષ્ટીયકક્ષાએ ૧૪૪મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ભરૂચ નગરપાવિકાએ એકંદરે સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો દેખાવ કર્યો હોવાનું પાલિકાના સુત્રો જણાવી રહ્યાં છે. ગત વર્ષે રાજ્યની અ વર્ગની નગરપાલિકાઓ પૈકી ભરૂચ નગરપાલિકાએ ૧૩માં જ્યારે રાષ્ટ્રીયકક્ષાએ ૨૫૫માં નંબર મેળવ્યો હતો.
પ્રધાનમંત્રી દ્વારા શરુ કરાયેલાં સ્વચ્છભારત મિશન અભિયાન હેઠળ દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએથી જે તે નગરપાલિકા વિસ્તારમાં સર્વે કરવામાં આવે છે. જેમાં વિવિધ માપદંડોના આધારે ગુણ આપી જે તે શહેરને ક્રમ આપવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલાં સ્વચ્છતા સર્વેક્ષણનું પરીણામ જાહેર થઈ ગયું છે, જે જોતાં રાજ્યકક્ષાએ ભરૂચ નગરપાલિકાનો 61મો નંબર આવ્યો છે. જે ગત સર્વેક્ષણમાં 13મો હતો. જોકે, નોંધનિય છે કે, ગત સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકાઓની કેટેગરીમાં ૧૩મો નંબર મેળવ્યો હતો. આ વર્ષે રાજ્યની તમામ નગરપાલિકાઓ પૈકી ભરૂચનો ૬૧મો નંબર આવ્યો છે. બીજી તરફ રાષ્ટ્રીયકક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષે ૨૫૫મો અને આ વર્ષે ૧૪૪માં ક્રમાંક જાહેર કરાયો હતો.
સ્વચ્છતા સર્વેક્ષણમાં અલગ અલગ મુદ્દાઓને આવરી લેવાય છે

સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ યોજાતાં સ્વચ્છતા સર્વેલણમાં અલગ અલગ પાસાઓની તપાસ કરવામાં આવે છે. જેમાં નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ, પ્રોસેસિંગ કેવી રીતે કરાય છે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી કેવી રીતે થાય છે. લોકો જાહેરમાં કચરો નાંખે છે કે નથી નાંખતાં તેમજ લોકોમાં શહેરમાં કચેરો ગમે ત્યાં નાંખે છે તેની તપાસ કરાય છે.
ડમ્પિંગ સાઈટ એ ભરૂચ નગરપાલિકાનો મોટો પ્રશ્ન

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાંથી રોજનો ૧૨૦ ટનથી વધુ કચરાનો નિકાલ થાય છે. ભરૂચ શહેરમાંથી નિકળતાં કચરાનો નિકાલ ક્યાં કરવો તેની વિકટ સમસ્યાં છે. જોકે, હાલમાં ભરૂચ નગરપાલિકા પાસે કોઈ ડમ્પિંગ સાઈટ ન હોવાને કારણે તેઓ દ્વારા અંક્લેશ્વરમાં પ્રોસેસિંગ પ્લાન્ટમાં શહેરના કચરાનો નિકાલ કરાય છે. ભરૂચ નગર પાલિકા હાલમાં આસપાસના 5થી 6 ગામોમાં મહેસુલી વિભાગ દ્વારા જગ્યાની શોધખોળ ચાલી રહી છે. જેમાં પણ ભરૂચ નગર પાલિકાને ૪થી ૫ હેક્ટરની જમીનની શોધખોળ ચાલી રહી છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે ભરૂચપાલિકાએ સારા પોઈન્ટ મેળવ્યા 

રાજ્યકક્ષાના સ્વચ્છતા સર્વેશયમાં ગત વર્ષે ભરૂચ નગરપાલિકાનો અ વર્ગની નગરપાલિકામાં ૧૩મો નંબર આવ્યો હતો. જયારે રાષ્ટ્રીય કથાએ ૨૫૫મો કમ હતો. ગત વર્ષે ૯૫૦૦ પોઈન્ટમાંથી ભરૂચ નગરપાલિકાને ૩૯૬૨ પોઈન્ટ મળ્યાં હતાં. જ્યારે આ વર્ષે અલગ અલગ મુદ્દાઓને લઈને કુલ ૧૨૫૦૦ પોઈન્ટ પર ગણતરી કરવામાં આવી હતી. જેમાં ૮૪૦૧ પોઈન્ટ ભરૂચ નગરપાલિકાને મળ્યાં છે.


Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

નડિયાદ : નિરીક્ષક સુરભી ગુપ્તા અને કલેક્ટર એ ઈએમએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી.

ProudOfGujarat

વાગરાના વજાપરા ગામે ગેરકાયદે 4517.64 મેટ્રીક ટન માટી ચોરી કેસમાં 4 સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!