Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર પ્રાથમિક કુમારશાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ.
નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નબીપુરની પ્રાથમિક કુમારશાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર હેમાક્ષીબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો. જે પ્રસંગે ગામના સરપંચ, ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના તલાટીઓ, શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર રહયા હતા.
કાર્યક્રમની શરૂઆત નબીપુર કુમારશાળાના શિક્ષિકા દ્વારા મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું. તેમને આજના દિવસના આ અભિયાનમાં કઇ કઇ સુવિધાઓ નો લાભ મળશે તેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આજના આ અભિયાનમાં આદિજાતિ માટે જાતિનો દાખલો, આધારકાર્ડ સુધારણા, રેશનકાર્ડ સુધારણા, આયુસમાન કાર્ડ, આરોગ્ય તપાસ જેવી વિવિધ યોજનાઓ અંગે મૂકાયેલા કાઉન્ટરો ની જાણકારી આપી હતી.
અભિયાનમાં લુવારા, વગુસણા, ઝંગાર, કરગટ, હલદર, ઉમરા તથા અસુરીયાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહયા હતા. આરોગ્ય વિભાગ તરફથી કૃણાલભાઈ અને તેમની ટીમ હાજર રહી હતી. આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્યએ સમજ આપી કતી કે તેઓ સુગર, મિક્ષ સેલ તથા બ્લડપ્રેશર જેવી બીમારીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ મા નબીપુર પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્ત રખાયો હતો. નબીપુર કુમારશાળાના આચાર્યા ઇલાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું…

Share

Related posts

સોસાયટીમાં બનાવેલાં ગેટ મુદ્દે શખ્સના ઘરમાં પંચાયત સભ્ય સહિત ટોળાનો હુમલો 

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

ProudOfGujarat

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!