ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં નાહિયેર ગામ પાસેથી એક શખ્સ બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. દરમિયાનમાં એક એસટી બસના ચાલકે તેમને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આમોદ તાલુકામાં આવેલાં નાહિયેર ગામ પાસેથી એક મનોજ ઇશ્વર સોલંકી નામનો યુવાન તેની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. તે વેળાં જંબુસરથી સુરત જતી એક એસટી બસના ચાલકે પોતાની બસ પુરઝડપે અનેે ગફલતભરી રીતે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આમોદ પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય ડીકે સ્વામી પણ ત્યાં આવી પહોચ્યાં હતાં. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એસટી બસના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
