આઠ મહિના ઉપરાંતથી લાવેલાં ડીજી સેટને જોઈન્ટ જ ન કર્યું
ઈલેકટ્રીકલ વિભાગની નિષ્કાળજી ને પગલે અરજદારોને પડતી હાલાકી
ભરૂચ
ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. આજરોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ્પ થઈ ગયું હતુ. કામકાજ અર્થે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મુકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠીયા સમાન બની ગયુ છે. છતાં જનરેટરે નગરપાલિકામાં અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યુ છે. તેમ છતાં શાસકના પેટનું પાણી હાલતુ નથી. આ અંગે વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલીક જનરેટરની તપાસ કરી હતી તેમજ જનરેટરના કામની ફાઈલ તપાસ કરતાં જાણવા મળ્યુું હતુ કે, નગરપાલિકા લાઈટ વિભાગ દ્વારા જનરેટરના નવા વાયરીંગ માટે ૪ મહિનાથી ટેન્ડરીંગ માટે ફાઈલ આગળ નથી જવા દેવાઇનો આક્ષેપ કર્યો હતો. નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદ આવી સૈયદે જણાવ્યુ હતુ કે, ડી.જી.વી.સી.એલ વારંવર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકનું લાઈટ વિભાગ પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલા લેતુ નથી. આખરે તેનો ભોગ અરજદારો પોતાના સમયનો વ્યય થશે સાથે પરેશાની ભોગવવી પડે છે. નગરપાલિકાના સત્તાધીશો કામકાજ અર્થે આવતા અરજદારોને વીજની સમસ્યાથી છૂટકારો આપે અન્યથા અમારે પ્રજાના પ્રશ્ને નગરપાલિકાને ઘેરવી પડશે.
વહેલી તકે જનરેટરને શરૂ કરવામાં આવશે નગરપાલિકા માટે જનરેટર મુકવામાં આવ્યુ છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરીંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચુકી છે. હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પુર્ણ કરી જનરેટરને કરવામાં આવશે જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે. - હરેશ અગ્રવાલ, ચીક ઑફિસર, ભરૂચ નગરપાલિકા
સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષાએ કામ કરવું જોઈએ નગર પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા, પેવર બ્લોક સહિતના અનેક કામો સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવતાં હોય છે. ત્યારે નગરપાલિકામાં ફરજ બજવતાં કમીઓ માટે તેમજ વિવિધ કામો માટે આવતાં લોકોને વીજપુરવઠો બંધ રહેવાને કારણે વિવિધ પ્રકારના દાખલા કાઢવા કે અન્ય કોઈ કામ માટે ધક્કો ન ખાવો પડે તે માટે જનરેટર ચાલે તે જરૂરી છે. તેમ છતાં પાલિકાના સત્તાધિશો જ તેમ કરવામાં આળસ રાખી રહ્યાં છે તેઓ આક્ષેપ લોકોએ કર્યો છે.
લાઈટ જવાના બહાને કર્મીઓ કામમાંથી રાહત અનુભવે છે છાસવારે વીજપુરવઠો ખોરવાઈ જતો હોવાની સમસ્યા ભરૂચ શહેરમાં ઉદભવે છે. નગરપાલિકા વિસ્તારમાં રહેતાં બે લાખ જેટલાં લોકો પૈકી દૈનિક સેંકડો લોકો નગરપલિકામાં અલગ અલગ કામે આવતાં હોય છે. આમ પણ ઘણીવાર કર્મચારી તેના ટેબલ પર મળતાં નથી. બીજી તરફ વીજ પુરવઠો બંધ થાય તો કામમાંથી રાહત મળે અને આજનું કામ આવતીકાલ પર ઢોળાય તેવી નગરપાલિકાના કર્મચારીઓની માનસિકતા હોવાનો રોષ અરજદારોએ વ્યક્ત કર્યો છે.
