Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયાના વાઘપુરા નજીક એસટી બસ અને ઈકો કાર સામસામે ભટકાતા કાર સવાર બેના મોત અન્ય બે ગંભીર

Share

ભરૂચ.
ઝઘડિયા તાલુકામાં આવેલાં વાઘપુરા ગામ પાસે રાજપીપળાથી ભરૂચ તરફ જતી એક એસટી બસના ચાલકે પુરઝડપે અનેે ગફલતભરી રીતે બસ હંકારી લાવતાં સુરતથી રાજપીપળા તરફ જતી એક ઇકો કાર સાથે ધડાકાભેર અકસ્માાત સર્જાયો હતો. અકસ્માતમાં અર્પિત શર્મા તેમજ શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇરફાન અલી તેમજ શરીફ ખાનને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અવિધા સરકારી હોસ્પિટલમાાં ખસેડવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને રાજપીપળા ને જોડતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં હોવાના કારણે વાહન ચાલકો રોગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારવા મજબૂર બન્યા છે…
વારંવાર સ્થાનિકો ની રજૂઆતો છતાં ઝઘડિયા થી ઉમલ્લા સુધીનો રસ્તો દર ચોમાસામાં એક સાઈડનો રસ્તો બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર બનતા અકસ્માતો ને થતા મોત ને ભેટી રહ્યા છે…

Share

Related posts

રાજપીપલા નગરી બની ખાડાનગરી.. જ્યાં જુવો ત્યાં અધધ ધ ખાડા જ ખાડા.!

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં સીતારામ બાગ હનુમાન ટેકરી ખાતે ૧૧ મી સાલગીરીનો ઉત્સવ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા.

ProudOfGujarat

સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!