Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનુબર ચોકડી પાસેથી કારમાં દેશીદારૂનો જથ્થો લઇ જતો તરૂણ ઝડપાયો

Share

કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળક સહિત ચાર સામે ફરિયાદ નોધાઇ
ભરૂચ.
ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જંબુસર દહેજ બાયપાસ રોડ પર થઇને એક મારૂતિ સ્વિફ્ટ કારમાં દેશીદારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. જેના પગલે ટીમે મનુબર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની કાર આવતાં ટીમે તેને રોકી કાર ચાલકની પુછપરછ કરતાં તેનું નામ હસ્મિત વસાવા હોવાનું તેમજ તે માત્ર 16 વર્ષનો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી કુલ 1.25 લાખની મત્તાનો 625 લીટર દેશીદારૂ ઝડપી પાડ્યો હતો. ટીમે દેશીદારૂ તેમજ એક મોબાઇલ અને કાર મળી કુલ 2.30 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની પુછપરછ હાથ ધરતાં તેણે જણાવ્યું હતું કે, અંક્લેશ્વરના અમરતપુરા ગામે રહેતાં તેના કાકા અરવિંદ ઉર્ફે ભોલો અંબુ વસાવાએ તેને જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં ઓરડીમાં દારૂના પોટલાં ભરેલાં છે. જે પોટોલાં કારમાં મુકી ગાડી લઇને તું ભેંસલી ટોલટેક્ષ પહેલાં આવી જજે હું ત્યાં આવી અને પછી આપડે રહિયાદ ગામની નિમીષા સંજય પટેલના ઘરે દારૂ આપવા જઇશું. પોલીસે તેની કેફિયતના આધારે તેના કાકા અરવિંદ ઉર્ફે ભોલો અંબુ વસાવા તથા રહિયાદની નિમીષા સંજય પટેલ તેમજ કારના માલિકને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે 2 નવા કેસો સાથે કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145 થઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટીએ ભાજપના રાજય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકના એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!