Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નર્મદા ચોકડી પાસેથી મળેલાં દાહોદના બાળકનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો 

Share

ભરૂચ.
ભરૂચ નેશનલ હાઈવે પર નર્મદા ચોકડી પરના જીએનએફસી પીકઅપ પોઈન્ટ પાસેથી એક આઠ વર્ષનો બાળક મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં ને દાહોદનો હોવાનું માલુમ પડતાં ટીમે તેના પરિવારનો સંપર્ક કરી તેને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો હતો. ભરૂચ સી ડિવિજન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નર્મદા ચોકડી ખાતે જીએનએફસી પિક-અપ પોઈન્ટ પાસેથી એક આઠેક વર્ષનું બાળક મળી આવ્યું છે. જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચી બાળકને સાંત્વના આપી તેની પુછપરછ કરતા તે દાહોદના ખરચ ગામનો હોવાનું માલુમ પડયુ હતું તેમજ તે ઘરમાં કોઈને કહ્યા વિના એકલો નિકળી આવયો હોવાનું કબુલતાં ટીમે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેમનાપરિવાર સાથે તેઓ મેળાપ કરાવ્યો હતો. વહાલસોયો પુત્ર પરત મળતાં પરિવારજનોની આંખોમાં હર્ષના અશ્રુઓ સરી પડયાં હતાં.

Share

Related posts

પાલેજ નગરમાં મકરસંક્રાંતિ પર્વની તડામાર તૈયારીઓ શરૂ…

ProudOfGujarat

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામે મોરા ફળીયામાંથી એક ઈસમ શંકાસ્પદ બાઈક સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!