ભરૂચ શહેરના ન્યૂ કસક ગોલ્ડનબ્રિજ ઝૂપડપટ્ટીનો બનાવ
ભરૂચ.
ભરૂચ શહેરના ન્યૂ કસક ગોલ્ડનબ્રિજ ઝૂપડપટ્ટી ખાતે રહેતાં રતનબેન ગણેશ વસાવા તેમના ઘરે હતાં તે વેળાં તેમના પાડોશમાં રહેતાં પિયુષ ઠાકોર પરમાર અગાઉ ૧૧મી જૂલાઈના રોજ તેમના થયેલાં ઝઘડાને લઈને આવેશમાં આવી અશ્લિલ અપશબ્દો ઉચ્ચારતો તેમના ઘરે આવ્યો હતો. તેમજ તેણે બુમરાણ મચાવી તેમને ધમકીઓ આપી હતી કે, બહાર નિકળ હું તને બતાવું જેથી તે બહાર આવતાં તેણે તુરંત આવેશમાં આવી તેને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં પિયુષની માતા દમિયંતી એ આવી તેને પકડીને ઘરે લઈ ગયાં હતાં. જે બાદ પિયુષ પુનઃ ઘરમાંથી ચપ્પુ લઈ આવી રતનબેનના ઘરના દરવાજાને લાતો મારી અપશબ્દો ઉચ્ચારી ભયનો માહોલ ઉભો કર્યો હતો. જોકે, અરસામાં તેના ભાઈએ આવી તેને તેના ઘરે થઈ ગયાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
