Proud of Gujarat
bharuchCultureFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની તાલીમનો વધી રહેલો વ્યાપ આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા અપાઈ રહેલી તાલીમમાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી

Share

ભરૂચ
ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતો વધુ આકર્ષિત થઈ રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર – આત્મા પ્રોજેક્ટ ભરૂચ અંતર્ગત વિવિધ ગામોમાં યોજાતી તાલીમ શિબિરોમાં ખેડૂતો સક્રિય રીતે ભાગ લઇ રહ્યા છે.  પ્રોજેક્ટ ડાયરેક્ટર – આત્મા પ્રોજેક્ટ ભરૂચ  દ્વારા  ઝઘડિયા તાલુકાના દુ:વાઘપુરાઅંકલેશ્વર તાલુકાના સક્કરપોરવાલિયા તાલુકાના પણસોલીભરૂચ તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર – ભરૂચઆમોદ તાલુકા ખાતે તાલુકા પંચાયત – આમોદ અને જંબુસર તાલુકાના થાનવા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી હતી.

   જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર – આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્નારા ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનાં આયામો અને પાંચ સ્તરીય બાગાયત મોડેલ ઉપરાંત શાકભાજી પાકોનાં મિશ્રપાક મોડેલની વિસ્તૃત માહિતી આપવામાં આવી હત  આ તાલીમો ખેડૂતોને રાસાયણિક ખાતર તથા જંતુનાશકોથી દૂર લઈ જઈ તેમને પર્યાવરણ સંરક્ષણખર્ચાળ ખેતીથી દૂર થઈ આરોગ્યપ્રદ ખેતી પદ્ધતિઓ તરફ ઉન્મુખ થવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

   આત્મા પ્રોજેકટનાં જે તે તાલુકાનાં બ્લોક ટેકનોલોજી મેનેજરઆસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ તબીબ ડો.ઝરીયાબ તેમના ઘરે જતા લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

સાયકલ પર કોલેજ આવી પર્યાવરણ બચાવવાની સાથે સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશો આપવા રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!