Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસને જોઇ બુટલેગર ભાગ્યો, અકસ્માત થતાં પોલીસે પકડ્યો : 8 હજારનો દારૂ, મોપેડ જપ્ત

Share

ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરની સાધના સ્કૂલ પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો અર્જૂન ત્યાગી રેલવે સ્ટેશનમાંથી વિદેશીદારૂનો જથ્થો લઇને ગોદી રોડ થઇ નર્મદા માર્કેટ તરફ જવાનો છે. જેથી ટીમે નર્મદા માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં પોલીસને જોઇને મોપેડ ચાલકે ગોદી રોડ તફર ભાગવા જતાં પોલીસે તેનો પિછો કર્યો હતો. દરમિયાનમાં  મોપેડ ચાલકે એક અજાણ્યા શખ્સ સાથે અકસ્માત સર્જતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં તેણે તેનું નામ અર્જૂન ઉર્ફે વિરાટ હરીઓમ ત્યાગી (રહે, બટુકનાથ અખાડો, સાધના સ્કૂલ પાસે) હોવાનું જણાવ્યું હતું. તેણે તેના મોપેડ ચાલકે મોપેડના આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલાં ન હતાં. પોલીસે તેની પાસે મોપેડમાં મુકેલી બેગની તપાસ કરતાં તેમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતાં કુલ 8 હજારથી વધુની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો મળી આવતાં ટીમે વિદેશીદારૂ તેમજ મોપેડમળી કુલ 58 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

વડોદરા : મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ.

ProudOfGujarat

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત ની આશંકા. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા અને એલ્વિશ યાદવનું “હમ તો દીવાને”: ગીત હંમેશ માટે યાદ રાખવા માટે એક પ્રેમ ગીત રજૂ કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!