Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત ઇન્ફોર્મેશન ચેનલ હવે વોટ્સએપ પર… ના પ્રચાર -પ્રસાર અંગે ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા થયેલી કામગીરી

Share

 ભરૂચ જિલ્લામાં એક્રિડેશન કાર્ડ ધરાવતા પત્રકારોને વોટ્સએપ ચેનલ ડાઉનલોડ કરાવી તેમજ અન્ય પત્રકારોના ગૃપમાં લીંક અપલોડ કરી ચેનલ ફોલો કરવા અનુરોધ કર્યો. ભરૂચ જે.પી.કોલેજ ખાતે પ્રિન્સીપલ અને અન્ય તમામ પ્રોફેસરો સહિત કોલેજના વિદ્યાર્થીઓને આ વોટ્સએપ ચેનલ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા કેમ લોન્ચ કરવામાં આવીતેનાથી શું ફાયદા થશે તે તમામ બાબતો તેમને વિસ્તૃતથી સમજાવી તેઓ પાસે રૂબરૂમાં ચેનલ ફોનમાં ડાઉનલોડ કરાવી. જે.પી.કોલેજના આચાર્યશ્રી નિતિન બી પટેલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓના ગૃપમાં વોટ્સએપ ચેનલ ડાઉનલોડ કરવાની લીંક અપલોડ કરી તમામ વિદ્યાથીઓને સૂચના આપવામાં આવી છે. જેના દ્વારા અંદાજે ૨૫૦૦ વિદ્યાર્થીઓને આવરી લેવાશે.

 વિદ્યાર્થીઓના કલાસ રૂમમાં જઇ તેઓને વોટ્સએપ ચેનલનું મહત્વ સમજાવી તેઓના ફોનમાં રૂબરૂમાં ચેનલમાં ડાઉનલોડ કરાવી હતી. કોલેજના મુખ્ય દરવાજા ઉપર ચેનલનું ક્યુઆર કોડ લગાવ્યું છેજેથી બધા જ વિદ્યાર્થીઓ ચેનલ ડાઉનલોડ કરી શકે. જેના દ્વારા અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓને આવી લેવાશે. એમ. કે. એન્જીનિયરીંગ કોલેજમાં પણ અંદાજિત ૩૦૦૦ વિદ્યાર્થીઓ છેજેઓને આવરી લેવા માટે તેમના દ્વારા આચાર્યશ્રી સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓ પાસે ચેનલ ડાઉનલોડ કરાવવા માટે પ્રયાસ કરાયો છે.

Advertisement

 ભરૂચ જિલ્લા કલેકટરશ્રીની કચેરીજિલ્લા વિકાસ અધિકારીની જિલ્લા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરીડીઆઈસી કચેરીના પ્રવેશ દ્વાર પર ચેનલના ક્યુઆર કોડ સ્ટીકર લગાવી સ્ટાફ અને કચેરીમાં આવતા લોકો ચેનલ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર ક્યુઆર કોડ લગાવી કચેરીમાં કામકાજ અર્થે આવતા નાગરિકો પાસે પણ પોતાના ફોનમાં ચેનલ ડાઉનલોડ કરાવવવા માટે પ્રયાસ કરાયો છે.

 જનસેવા કેન્દ્રમાં પણ રોજના મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી તેઓને પણ આ ચેનલ ડાઉનલોડ કરી શકે તે માટે ક્યુઆર કોડ સ્ટીકર લગાવાયા છે. ભરૂચ પ્રાંત કચેરીમાં અધિકારી- કર્મચારીઓ અને અરજદારો ચેનલ ડાઉનલોડ કરી શકે તે માટે સ્ટીકર લગાવાયા છે. કે.જે.ચોક્સી લાઈબ્રેરી પર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અંદાજે ૫૦૦ વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં આ ચેનલનું મહત્વ સમજાવી તેઓ પાસે ચેનલ ડાઉનલોડ કરાવી છે. ભરૂચ શહેરી અને ગ્રામિણ મામલતદારશ્રીને ચેનલ ડાઉનલોડ કરાવી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીઓના સ્ટાફને ચેનલ ડાઉનલોડ કરાવવા જણાવાયું છે.


Share

Related posts

જંબુસરમાં બિસ્માર માર્ગને પગલે રીક્ષા ખાડામાં પટકાતા તૂટી જતાં ચાલકને નુકશાન

ProudOfGujarat

ભરૂચ-નબીપુર પાસે પરવાના હોટલના સંકુલમાંથી રૂાપિયા 20 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં તિલકવાડા મામલતદારે સરપંચનું અપમાન કરતા સરપંચ પરિસદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!