પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ 24 કેરેટ એપાર્ટમેન્ટમાં ના પાછળના ભાગેથી એક યુવાન ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવા પામી હતી.હાલ યુવાન ક્યાંનો છે અને કોણ છે તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી.આ યુવાન કયા કારણસર ઉપરથી પડી ગયો તે પણ હજુ જાણી શકાયું નથી.ઘટનાની જાણ થતા જ શોપિંગ માં રહેલા તમામ દુકાનદારો શોપિંગના પાછલા ભાગે દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં પડેલા યુવાનને 108 બોલાવી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં તેમને સારવાર કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY