ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ રબ્બાની કોમ્પલેકસના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા ૬૦ હજાર રોકડા અને 18 તોલા સોનાના ઘરેણા મળી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.બાયપાસ ચોકડી પાસે આવેલ રબ્બાની કોમ્પ્લેકસના મકાન નંબર 18 માં રહેતા ઈબ્રાહિમભાઈ પટેલ પરિવારજનો સાથે હિંગલ્લા ગામે ધાર્મિક વિધિ હોવાથી મકાન બંધ કરીને ત્યાં ગયા હતા.આ તકનો લાભ લઈ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાના નકૂચા સહિત તાળા તોડીને ઘરમાં પ્રવેશી તમામ ચીજવસ્તુઓને વેરણ-છેરણ કરી દઈ તેમાં રહેલ આશરે રૂપિયા 50,000 અને તે ઉપરાંત અંદાજે ૧૮ તોલાના સોનાના ઘરેણા મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા.હિંગલ્લા થી પરત ફરેલ ઇબ્રાહિમભાઈ પટેલ અને પરિવારજનોએ મકાનના દરવાજા તૂટેલા જોતા ચોરી થયાની આશંકા થી અંદર જઇ તપાસ કરતાં ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું.ચોરી અંગેની જાણ પોલીસને કરતાં ફરિયાદ નોંધાવતા ચક્રો ગતિમાન કર્યા હતા.આ બનાવ બનતા બાયપાસ રોડ પર આવેલા રહેણાક વિસ્તારોના લોકોમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY