જિલ્લા આયોજન અધિકારી અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
ભરૂચ
Advertisement
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો / રજૂઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક નંબર સાથે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે છે. જે અન્વયે નેત્રંગ તાલુકા ખાતે જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. આ સ્વાગત કાર્યક્રમમાં ૮ જેટલા પ્રશ્રોનો સુખદ અંત આવ્યો હતો.
મામલતદાર, તાલુકા વિકાર અધિકારીઓ હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા.
