Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ધરા ગુજરાતની તો ભરતી પણ ગુજરાતીની માંગ સાથે ઓએનજીસી મજદૂર સંઘનો વિરોધ પ્રદર્શન

Share

આઉટ સોર્સિંગ-ખાનગીકરણનો વિરોધ, ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
ભરૂચ.
ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા ગુરૂવારે વિવિષ પડતર માંગણીઓને લઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપીને ઓએનજીસીમાં ખાનગીકરણ અને આઉટઓલિંગના વિરોધ તેમજ ધરા ગુજરાતની તો ભરતી પણ ગુજરાતીની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં જમાં જયાં ઓએનજીસી કંપનીનું ઉત્પાદન સ્થળ છે ત્યાં તમામ જિલ્લામાં તેમની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ રેલી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઓએનજીસી મજદૂર સંઘના આગેવાનોએ એકદમ લડાયક મૂડમાં જણાવ્યું હતું કે, ઓએનજીસીમાં ખાનગીકરણ અને આઉટ સોર્સિંગથી નોકરી આપવાનું બંધ કરવામાં આવે. ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઈઝડ કેટેગરીમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવે. કર્મચારીઓ માટેની બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે. ફાયર કર્મચારીઓને વર્ગ ૪માંથી વર્ગ 3 માં બઢતી કરવામાં આવે. ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરા મેડિકલ કર્મચારીઓને કાયમી કરવામાં આવે, તેમજ કર્મચારીઓને સલામતીના સાધનો સમયસર તેમજ સારી ગુણવત્તાના મળે તેવું આયોજન કરવામાં આવે. તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.
આગામી દિવસોમાં જલદ આંદોલન કરીશું

ભરૂચ દિનપ્રતિદિન ખાનગીકરણ થઈ રહ્યું છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીઓ આપવાનું શરૂ થઈ રહ્યું છે. જેના કારણે આપણા સુશિક્ષીત યુવાનો સાથે અન્યાય થાય છે. ઉપરાંત બહારના લોકોને નોકરી અપાય છે. સેફ્ટીને લઈને પણ અનેક પ્રશ્નો છે. જે અંગે પણ અનેકવાર મેનેજમેન્ટને જાણ કરવામાં આવ્યાં છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેના પગલે પહેલાં ૨૨મીએ મહેસાણા, 23 મીએ અમદાવાદ અને હવે આજે ભરૂચમાં રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું છે. યોગ્ય નિકાલ નહીં આવે તો જલદ આંદોલન કરીશું. - શૈલેષ જોષી, જનરલ સેક્રેટરી, પેટ્રોલિયમ યુનિયન એસેટ, અમદાવાદ
લોકલ લોકોની નોકરીમાં ભરતી કરવી જોઈએ

અંકલેશ્વરમાં એક બીજ રૂપે અંકુરિત કરેલું ઓએનજીસીનું બીજ આજે મોટું વૃક્ષ બની ગયું છે. જોકે, મેનેજમેન્ટ તરફથી ગુજરાતીઓ માટે જે નિર્ણય લેવાય તે ખોટા નિર્ણય લેવાય છે. કંપનીમાં લોકલ લોકોની ભરતી જ થવી જોઈએ. અંકલેશ્વરનું એસેટ સારૂ પોડક્શન મેળવતું એસેટ છે.મહેસાણા, કેમ્બે અમદાવાદ સહિતના એસેટ પણ સારામાં સારૂ પ્રોડકશન આપે છે. તેમ છતાં તેમાં રેગ્યુલર ભરતી થતી નથી. ઘણા લોકો રિટાયર્ડ થાય છે તેમની જગ્યા પૂરતા નથી. અને આઉટસોર્સિંગથી કામ કરે છે. જેનો સખત વિરોધ છે. આગામી દિવસોમા ઉગ્ર આંદોલન કરીશુ. - નિલેશ વામળે, આગેવાન, ઓએનજીસી મજદૂર સંઘ, અંકલેશ્વર,


Share

Related posts

વાંકલ : માંગરોળનાં કેવડી કુંડ ગામે પતિ પત્ની ઉપર હુમલો કરનારા પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ડબ્બે 50 રૂપિયાનો વધારો ઝીંકાયો

ProudOfGujarat

લીંબડીનાં નાનાવાસમાંથી ગાગરબેડીયાનો વરધોડો નીકળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!