Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના આછોદ ગામે જુગાર રમતાં 12 ઝડપાયાં : 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે મોટી મસ્જીદ વિસ્તારમાં રહેતો ઇકબાલ અહેમદ બીરબલ ઘોર તલાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલાં ઇબ્રાહિમ શબ્બીર ચાસના ખેતરમાં લોકોને એકત્ર કરી જુગાર રમી રમાડે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ પડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે 12 જણાને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમના નામઠામ પુછતાં તેમના નામ ઇકબાલ અહેમદ અલી જેકા બીરબલ, યાસીન ઇબ્રાહીમ આદમ શિકારી, જાવીદ અબ્દુલ્લા યાકુબ ભીખા, દિલાવર ઇબ્રાહિમ સુમા કાળા, મુબારક અબ્દુલ્લા યુસુફ રખાડા, સકીલ અહેમદ ઉમરજી દાજી, હિફજુલ રહેમાન યાકુબ કાબીલ, યાકુબ ઉર્ફે બાજી અહમ મહમદ કાપડિયા, આરીફ હસન વલી ઘરડા, દિલાવર મુસા વલ્લી વાડીવાલા, ફિરોજ અહમદ આદમ લખોટી તેમજ સરફરાજ ઇબ્રાહિમ આદમ પટેલ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ઝડપાયેલાં જુગારિયાઓની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં રૂપિયા મળી કુલ 58 હજાર રૂપિયા રોકડા, 11 મોબાઇલ તેમજ બે બાઇક મળી કુલ 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

વડોદરામાં ઉઘરાણી સાથે ત્રાસ ગુજારતા વ્યાજખોર દંપતી સહિત ત્રણની ધરપકડ

ProudOfGujarat

સુરત : સરકારની ગાઇડલાઈનનો પોલીસ મથક કે બહુમાળીમાં ભંગ કરનારને પણ સજા ફટકારશે અધિક કલેકટર.

ProudOfGujarat

એકતા નગર ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૧૦૦ બેડની પેટા જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!