Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ “કેવડિયા કાર્નિવલ”

Share

મોન્સૂન ફેસ્ટિવલ-“નર્મદાના તીરે, સૂર સમીપે”
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીતરસની હેલી વરસાવી નર્મદાવાસીઓને મનોરંજનમાં તરબોળ કર્યા
મશહૂર ટેલીવિઝન શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના કલાકારો સુંદર અને બાઘાએ ખાસ ઉપસ્થિત રહી પોતાનાં પરિચિત અંદાજમાં હાસ્ય રસ પીરસી રમઝટભરી રાત્રિ બનાવી
ભરૂચ
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે “કેવડિયા કાર્નિવલ – નર્મદાના તીરે, સૂર સમીપે” નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાય રહ્યો છે. આ મહોત્સવમાં અનેક આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોએ નર્મદાની સંસ્કૃતિને અંતરની નજીકથી અનુભવી હતી.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીતરસની અજોડ રજતવૃષ્ટિ કરાવી હતી. નર્મદાવાસીઓ મનોરંજનમાં તરબોળ થઈ ગયા હતા અને સમગ્ર ઓડિટોરિયમ સંગીતના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું.
મશહૂર ટેલીવિઝન શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના કલાકારો – સુંદર (મયુર વાકાણી) અને બાઘા (તન્મય વેકરિયા) પણ ખાસ ઉપસ્થિત રહી પોતાનાં પરિચિત અંદાજમાં હાસ્ય રસ પીરસી દિવા જેવી રમઝટભરી રાત્રિ બનાવી હતી.
આ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનું એક શ્રેષ્ઠ પગલું સાબિત થયું છે. સ્થાનિક નાગરિકો, જિલ્લા વહીવીટી તંત્રના અધિકારીશ્રીઓ તેમના પરિવારજનો તથા મહેમાનોએ આ ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સમાગમનો ભરપૂર આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવી, નાયબ વન સંરક્ષકશ્રી ગૌરવ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહુ, નાયબ કલેકટરશ્રીઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ- કર્મચારીઓ સહિત મોટી સંખ્યમાં  નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્કમાં કન્ટેનરમાં બનાવેલ ઓફીસમાંથી જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે શિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

દહેજ : અટાલી ગામની સીમમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં ગેંગના એક સભ્ય સહિત 42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!