Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માહિતી અધિકાર હેઠળ નિયત સમયમાં માહિતી નહી આપતાં ટીડીઓને ૫ હજારનો દંડ

Share

હિંગલોટના રહિશે ભરૂચ તાલુકા પંચાયતમાં આરટીઆઈ કરી હતી
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે રહેતાં સુહેલ યુનુસ મુન્શીએ ગત ૨૮મી ઓગષ્ટ ભરૂચ તાલુકા પંચાયત ખાતે આરટીઆઈ કરી હતી. જેમાં ટીડીઓ જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતાં અધિકારીએ તેમને સમય મર્યાદામા જવાબ નહીં આપતાં તેમણે મામલામાં ગાંધીનગરમાં અરજી કરી હતી.
જેમાં માહિતી આયોગ દ્વારા તેમની અરજીને લઈને વિડીયોકોન્ફરન્સથી કેસની સુનાવણી રાખી હતી. જેમાં ટીડીઓએ કેફિયત રજૂ કરી હતી કે, કાર્યભારણ અને મંજૂર થયેલા કુલ મહેકમની ખાલી જગ્યાઓ સામે માત્ર ૩ જૂનિયર કલાર્ક હોવાની કેફિયત રજૂ કરી હતી. જોક, રાષ્ટ્રની સાંસદ દ્વારા જાહેર માહિતી અધિકારીને અરજી મળ્યાના તારીખથી 30 દિવસમાં માહિતી અરજદારને આપવાની હોય છે. બીજી અપીલની સુનાવણી સુધીમાં ૧૦ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેમજ આયોગ દ્વારા બે વાર પત્રો પાઠવવામાં આવ્યા હોવા છતાં જાહેર માહિતી અધિકારી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જેવી પ્રાથમિક દ્રષ્ટીએ જ ડીટીઓ નરેશ એમ. લાડુમોરને પ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની શુકલ તેઓ પોતાના ભંડોળમાંથી સમય મર્યાદામાં જમા કરવાની રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેમના પગાર ભથ્થામાંથી તે કપાત કરીને ૫ સપ્ટેમ્બર સુધીમાં સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે. જે અંગેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીએ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં કરવાનો રહેશે.

Share

Related posts

પંચમહાલ જિલ્‍લા કલેક્ટરે શહેરા તાલુકાના પાદરડી ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોને યોજનાઓથી સુમાહિતગાર કરવા સાથે તેમની સમસ્‍યાઓનો સુખરૂપ ઉકેલ આણવાનો રાત્રિ સભાનો ધ્‍યેય છે:- શ્રી ઉદિત અગ્રવાલ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

લીંબડી ખાતે રાણી તળાવની સફાઈ કામગીરી હાથ ધરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!