Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના વીંછીયાદ ગામની દરગાહ પર ગાંડા બાવાનો પાંચમો ઉર્સ યોજાયો 

Share

સૈયદ આમીર બાવા સહિતના સાદાતે કિરામએ હાજરી આપી
કોલવણા ગામેથી નીકળેલ સંદલમાં અકીદતમંદ લોકો જોડાયા હતા
વાગરા.
વાગરાના વીછીયાદ ગામે આવેલ ગાંડા બાવાની દરગાહ પર પાંચમો ઉર્સ યોજાયો હતો. સિષદ સાદાત સહિત વીંછીયાદ, કોલવણા અને દુર દુર થી અનેક ગામના લોકોએ ઉપસ્થિત રહી ઉર્સની ઉજવણી કરી હતી.
વાગરાના વીછીયાદ ગામના કબ્રસ્તાનમાં હજરત મહંમદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ આવેલી છે. ગાંડા બાવાની અનેક કરામાતોથી તેમને ચાહવા વાળા વાકેફ હતા. તેમનો પાંચમાં ઉર્સ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. કોલવણા ગામના મહંમદ ગડીમલના ખેતરથી તેમનો સંદલ કાઢવામાં આવ્યો હતો. ઉર્સમાં ગાંડા બાવાના પીરો મુર્શદ હજરત હસનશાહ કાદરી ઉર્ફે બચુ બાવાના પોત્રા સેયદ આમીર બાવા કર્ણાટકના ગુલબર્ગા શરીફથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની સદારતમાં સંદલની વિધી સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમના દીકરાઓ જોન્ટીબાવા અને સોયબ બાવા, ગાદી નશીન તોકીર બાવા, મુશિર બાવા, હુસૈન બાવા, સમસાદ બાવા, કાદર બાવા સહિતના સેપદ સાદાતોએ હાજરી આપી હતી. ઉર્સના મોકા પર દિવસ દરમ્યાન વડોદરાના નાસીરભાઈ તરફથી બટાકા પુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા અકીદત મંદ લોકોને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ઉર્સ શરીફમાં ગાંડા બાવાને ચાહવાવાળા સેંકડો લોકો દુર દુર થી ઉપસ્થિત રહી દુવાઓ માંગી ખુશી પગટ કરી હતી.

Share

Related posts

માંગરોળ, ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્રની અગ્નિપથ ભરતી યોજનાનો પ્રબળ વિરોધ કર્યો.

ProudOfGujarat

एकता कपूर तिरुपति के आशीर्वाद के साथ मनाएंगी अपना जन्मदिन!

ProudOfGujarat

ભરૂચના કુવાદર ગામ ખાતે બુટલેગરો બન્યા બિન્દાસ, ખુલ્લેઆમ દારૂ વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!