। ભરૂચ ।
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી રાજેશ કિષ્ના ચીપરી, ઉંમર આશરે ૪૫ વર્ષ, થોડા મહિના પહેલા અજાણી સેવાભાવી વ્યક્તિને ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલ્વે સ્ટેશન પાસે પડેલા પગ કપાઈ ગયેલ વ્યકિત વિશે માહિતી આપતા ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઈ આવી અનાથ ઘરડાઘરમાં રાખ્યા હતા.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બિમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈના કહેવા મુજબ તે મહાદ, મગઢ જિલ્લાના વતની છે. તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતા હતા. સિકયુરીટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે ૮ મહિલા પહેલા રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમલો પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભટકતા ભરૂચ આવી ગયા હતા. સંસ્થાના સ્વયંસેવક શ્રી પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ, ભરૂચમાં એડમિટ કરાવ્યા, સર્જરી કરાવી અને સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો. ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઈઝ અને ચાવવાની પેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણાં અનાથ તથા બિલુક લોકોનું તેમના પરિવાર જોડે સુખ મિલન કરાવેલ છે.
