Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના સારણ ગામે થયેલ ૩૦ લાખથી વધુની ચોરીનો ભેદ ભરૂચ LCB એ ઉકેલ્યો 

Share

ભરૂચ
વાગરાના સારણ ગામે થયેલ વાખો રૂપિયાની ચોરી કરનાર ગેંગના એક સાગરીતને પકડવામાં ભરૂચ એલસીબી પોલીસને સફળતા મળી હતી.  વધુ તપાસ વાગરા પીઆઈ કરી રહ્યા છે.
ગત તા.૩જુલાઈના રોજ રાત્રિના સમયે સારણ ગામમાં એક મકાનમાંથી રૂા.૩૦,૮૫,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. બનાવને પગલે ભરૂચ એલસીબી ટીમે તાત્કાલીક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમ્યાન એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે. બાતમીને આધારે એલસીબીની એક વિશેષ ટીમને તાત્કાલીક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. ત્યાં સામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સઘન તપાસના અંતે એલસીબીએ સારણ ગામમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય પલાસ (રહે.આમલી ખજુરીયા, જિ.દાહોદ) ને ઝડપી પાડયો હતો. પ્રાથમિક પુછપરછ દરમ્યાન આરોપી વિજય પલાસે સ્વીકાયું હતું કે, તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને બીજી જુલાઈના રોજ સારણ ગામે ચોરીનો ગુનો આચાર્યો હતો.
ઝડપાયેલા આરોપી વિજય પલાસ વિરૂધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જો કે ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે ? ચોરીનો મુદ્દામાલ કેવી રીતે રિકવર કરવો ? અને વોન્ટેડ આરોપીઓને કેવી રીતે ઝડપી પાડવા ? તે અંગે વાગરા પોલીસ ઈન્સપેક્ટર એસ.ડી.ફુલતરિયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. એલસીબી દ્વારા પાંશ કરાવેલ દાહોદ ગેંગના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે. જેમા નિકેશ જવસીંગ પલાસ, અરવિંદ મીનામા તેમજ શિવરાજ પલાસ જે તમામ આરોપીઓ દાહોદના ગરબાડા વિસ્તારના હોવાનું બહાર આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સામે રાજયના અનેક જિલ્લાખોમાં ગુના નોંધાવા પામ્યા છે.

Share

Related posts

અંકલેશ્વર શહેર ના પ્રતિનચોકડી નજીક IDBIG  બેન્ક માં નાણાં જમા કરાવવા માટે આવેલ શખ્સ ની ૧.૫૦ લાખ ની મત્તા લઇ બે અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સો ફરાર થઇ જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..

ProudOfGujarat

નડીઆદ હેલિપેડ ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસના રહેણાક અને બિન રહેણાક આવાસનું લોકાર્પણ તા.29 એ કરાશે.

ProudOfGujarat

ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!