Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આલી કાછીયાવાડના નવા ફળિયામાં પાણી, રસ્તા અને સફાઈની અસુવિધા અંગે વિપક્ષે સ્થળ મુલાકાત કરી

Share

31 જુલાઈએ યોજાનારી સામાન્ય સભામાં મુદ્દાને પૂરજોશે ઉઠાવવાની બાંહેધરી આપી
ભરૂચ
ભરૂચ શહેરના વોર્ડ નં. 8ના આલી કાછીયાવાડના નવા ફળિયાના રહીશોએ વિસ્તારની અગ્રમૂખ્ય તકલીફો અંગે સોમવારે પાલિકા ખાતે વિપક્ષી નેતાઓને રજૂઆત કરી હતી. રહીશોના આંદોલનના મુડને ધ્યાનમાં રાખીને મંગળવારે વિપક્ષના નેતાઓ જેવી કે સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળા સહિતના પ્રતિનિધિ મંડળે વિસ્તારમાં મુલાકાત લીધી હતી.
વિસ્તારવાસીઓ મુજબ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની અછત છે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન બાદ રસ્તાઓ બેહાલ બન્યા છે. સફાઈકર્મીઓ અને ડોર ટુ ડોર કચરો લેવા આવતાં વાહનો સમયસર આવતા નથી, જેના કારણે વિસ્તાર ગંદકીમાં ઘેરાયો છે.
વિપક્ષી પ્રતિનિધિમંડળે જમીન પરની સ્થિતિને નજીકથી જોવી અને સ્થાનિકો પાસેથી ફરિયાદો સાંભળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવા પાલિકા શાસકો અને અધિકારીઓને રજૂઆત કરી હતી.
વિપક્ષના નેતાઓએ કહ્યું કે, આ મુદ્દાઓ 31 જુલાઈએ યોજાનારી સામાન્ય સભામાં પૂરજોશે ઉઠાવવામાં આવશે. જો તુરંત ઉકેલ ન આવે તો સ્થાનિક રહીશો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ચુડાના મીણાપુર ગામનો યુવક લાપતા થતાં કેનાલમાં શોધખોળ કરાઇ.

ProudOfGujarat

રાજપીપલા : સદગુરૂશ્રી જીવણજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા સૈનિક કલ્યાણ નિધિ માટે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલને રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ

ProudOfGujarat

ડાન્સ + સિઝન 5 લઈને પરત આવી રહ્યો છે!*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!