Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : ચુડાના મીણાપુર ગામનો યુવક લાપતા થતાં કેનાલમાં શોધખોળ કરાઇ.

Share

ચુડા તાલુકાના મીણાપુર ગામના વિઠ્ઠલભાઈ ધોડકિયા ઉંમર વર્ષ 35 તારીખ 10 ના ઘરેથી લાપતા હોવાથી પરિવારજનો એ તંત્રને જાણ કરતા તંત્રએ કેનલ આજુબાજુ વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.

ચુડા તાલુકાના મીણાપુર ગામના યુવાન વિઠ્ઠલભાઈ ધોળકિયા તારીખ 10 સાંજે ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનો એ તંત્રને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બોટાદ જતી નર્મદા કેનાલ જે મીણાપુર ગામની બાજુમાંથી પસાર થતી હોય અને કેનાલની આજુબાજુ વિસ્તારમાં બાઈક મળી આવતા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે કેનાલમાંથી યુવાનનો મોબાઇલ મળી આવ્યા બાદ તંત્ર દ્વારા કેનાલમાં પાણી બંધ કરાવી સાયફરને ડખોળવામાં આવ્યું હતું. જેમાં ચુડાનાં ટીડીઓ ઝિંઝુવાડીયા તેમજ નાયબ મામલતદાર સતીશ વોરા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ફાયર વિભાગ તેમજ સ્થાનિક ચુડા પોલીસ તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ઓર્ગેનિક કેરીની માંગ વધી.

ProudOfGujarat

મકરસંક્રાંતિના તહેવારમાં હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર પર પ્રતિબંધ

ProudOfGujarat

કચ્છમાં બની રહેલા 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની આ છે વિશેષતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!