ભરૂચના સ્ટેશન રોડ પર સુપરમાર્કેટ પાસે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં રહેતાં સોહેમાબેન તેમના પુત્રને લઇને પતિ ઝિયાદ મન્સુરી સાથે તેમની સ્કૂટર પર અપ્સરા કોલ્ડ્રીંગ સેન્ટર ખાતે ઠંડુ પિવા માટે ગયાં હતાં. ત્યાંથી તેઓ તેમના પુત્રને આંટો મરાવા માટે સ્ટેશન તરફ જતાં હતાં. તે વેળાં સુપરમાર્કેટ રોડ પર પાછળથી એક બાઇક પર આવેલાં બે શખ્સો પૈકી પાછળ બેસેલાં શખ્સે સોહેમબેનનું ખભાની સાઇડમાં પહેરેલું પર્સ ખેંચીને ભાગી ગયાં હતાં. બાઇક પર આવેલાં બે શખ્સો પૈકી આગળ બાઇક ચલાવનારે ઓરેન્જ કલરની ટી-શર્ટ જ્યારે પાછળ બેસેલાંએ મરૂન રંગની ટી-શર્ટ પહેરી હોવાનુ જણાયું હતું. તેમની બાઇકની પાછળની નંબર પ્લેટ પણ લગાવી ન હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
