ભરૂચ એલસીબીની ટીમે રેડ પાડી 2.27 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં કહાન ગામમાં સરદાર આવાસમાં રહેતો મુબારક અબ્દુલ બાબશી તેના ઘરના ધાબા પર બહારથી લોકોને બોલાવી જુગારની મહેફિલ જમાવે છે. તેવી ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ પડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાંક જુગારિયાઓ ધાબા કુદી ગયાં હતાં. જોકે, તે પૈકીના 6 જણાને ટીમે ઝડપી પાડતાં તેમના નામ ઇમરાન મહેબુબ બોમ્બેવાલા, શબ્બીર આદમ જોલી, મુનાફ મહંમદ કોસિયા, સોમા છોટુ રાઠોડ, જાબીર અહેમદબેવનીયા તેમજ મુજ્જફર મહંમદ કોઠીયા હોવાનું માલુમ પડ્યું હતું.ટીમેતેમની પાસેથી દાવ પર લાગેલાં તેમજ અંગઝડતીના મળી કુલ 14 હજારથી વધુની રોકડ તેમજ 5 મોબાઇલ અને એક રિક્ષા મળી કુલ 2.27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, મુખ્ય સુત્રધાર મુબારક અબ્દુલ બાબાશી સહિત શકીલ મકબુલ દિવાન અને પ્રભુ મંગળ રાઠોડ પોલીસને ચકમો આપી નાસી છુટ્યાં હતાં. ટીમે તમામ વિરૂ્દ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
Advertisement
