Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

 જિલ્લામાં ફક્ત ત્રણ મહિનામાં સમયગાળામાં જ અતિ ગંભીર કુપોષણ (SAM) થી પીડાતા બાળકોની સંખ્યામાં  ૩૮.૩૧% નો ઘટાડો નોંધાયો 

Share

 ભરૂચ-

  આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતાં-રમતાં શિક્ષણ સાથે પોષણ પ્રાપ્ત કરે છે,  જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે. રાજ્ય સરકારે બાળશક્તિમાતૃશક્તિ અને પૂર્ણાશક્તિ ટેક હોમ રાશન હેઠળ દ્વારા બાળકોમાં પોષણનું સ્તર વધારવાના પ્રયત્નો કર્યા છે. આ સાથે “પોષણ સંગમ” કાર્યક્રમ CMAM (Community Management of Acute Malnutrition) and EGF (Early Growth Faltering) પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને આંગણવાડીમાં લાવીને સુપોષિત બનાવવા માટે ભરૂચ જિલ્લામાં સકારાત્મક પગલાં લેવાયા અને તેની સકારાત્મક પરિણામો પણ ભરૂચ જિલ્લામાં નોંધાયા છે.

Advertisement

 મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમનામ આપવામાં આવ્યું છે.  આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ૬ વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન-ઉાંચાઇ માપનભૂખ પરીક્ષણતબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ઘ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.

  જે અંર્તગત ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલા અભિયાનમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબમાર્ચ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ દરમિયાન ફક્ત ત્રણ મહિનામાં અતિ ગંભીર કુપોષણ (SAM) થી પીડાતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ૩૮.૩૧% નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં SAM બાળકોની સંખ્યા ૧,૬૪૭ થી ઘટીને ૧,૦૧૬ થઈ ગઈ છેજે ૬૩૧ કેસોનો ઘટાડો દર્શાવે છે.

 આ પ્રભાવશાળી પ્રગતિ ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના નેતૃત્વ હેઠળ લેવાયેલા સંકલિત પગલાઓનું સીધું પરિણામ છે. આ અભિયાનને ICDS ના આંગણવાડી કાર્યકરોમુખ્ય સેવિકાબાળ વિકાસ યોજના અધિકારીબ્લોક કોર્ડીનેટર, પી.એસ..બી.એન .એમ,ડીસ્ટ્રીક્ટ કોર્ડીનેટર,જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ટીમ સાથે આરોગ્ય વિભાગઆશા વર્કર,એન.એન.એમ,એમ,,આર.બી.એસ.કે ટીમ,ટી.એચ.ઓ અને સીડીએચઓની ટીમના વિભાગોનો સક્રિય સહયોગ મળ્યો છેસાથે જ સમુદાયની સતત ભાગીદારી પણ નિર્ણાયક રહી છે.

( બોક્ષ )

 સમગ્ર જિલ્લામાં SAM બાળકોની ટકાવારી ૨.૬૦% થી ઘટીને ૧.૬૬% થઈ

 જિલ્લાના તમામ આરોગ્ય અને ICDS સ્ટાફને સી-મેમ (પોષણ સંગમ) પ્રોટોકોલ કાર્યક્રમની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતીજેના થકી ભરૂચ જિલ્લામાં અતિ ગંભીર કુપોષિત બાળકો પર સમુદાય આધારિત ખાસ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નાની ઉંમરના બાળકોમાં થતી વૃદ્ધિ/ગ્રોથને લગતી સમસ્યાના રેકોર્ડ રાખવા માટે જન્મથી ૬ માસ સુધીના તમામ બાળકો માટે EGF (અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ) કાર્ડનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રો દ્નારા કરવામાં આવ્યા હતા. જે મુજબ  છેલ્લા ત્રણ મહિનાના આંકડાં મુજબ વાલિયાજંબુસર-૨ ઘટક અને હાંસોટ બ્લોકમાં અનુક્રમે ૫૫.૪૮%૬૮.૦૦% અને ૪૬.૧૫% સાથે સૌથી વધુ ટકાવારી ઘટાડો જોવા મળ્યો છે. ઝઘડિયા-૧ ઘટક અને નેત્રંગ જેવા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ અનુક્રમે ૩૦.૦૬% અને ૬૪.૭૯% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

 (બોક્ષ )

બાળકોની પ્રગતિને ટ્રેક કરવા માટે બ્લોક-વાર જવાબદારી અને રીઅલ-ટાઇમ ડેશબોર્ડ સાથે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના

  આ સફળતા પાછળ જિલ્લા પંચાયતની સુઆયોજિત વ્યૂહરચના રહેલી છે. પ્રગતિને ટ્રેક કરવા માટે બ્લોક-વાર જવાબદારી અને રીઅલ-ટાઇમ ડેશબોર્ડ સાથે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. 

   ૬ માસથી પ વર્ષ સુધીના બાળકોના રેકોર્ડ માટે તથા પોષણ સંગમ કાર્યક્રમમાં વાલીઓની ભાગીદારી વધે અને માતા-પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખી શકાય તે માટે C-MAM કાર્ડ તથા બાલશકિત (પેરેન્ટ) કાર્ડ દ્નારા તેના ગ્રોથ ઉપર નજર રાખવામાં આવી હતી. SAM થી પીડાતા બાળકોનું સાપ્તાહિક નિરીક્ષણ કરવામાં આવતું હતું અને માતાઓને ઘર-આધારિત સંભાળ યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હતું. જન ભાગીદારી મોડેલ હેઠળ પંચાયતો સક્રિય રીતે સામેલ હતીજેનાથી પોષણ દરેકની પ્રાથમિકતા બની હતી. આ કાર્યક્રમમાં આઈસીડીએસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝીણવટતાપુર્વક સંકલન કરવામાં આવ્યુ છે. પોષણ સંગમ (EGF+ CMAM) કાર્યક્રમમાં થનાર કામગીરીનું સારી રીતે મોનીટરીંગ કરી રીપોર્ટીંગ સરળતાથી મળી રહે તેના માટે પોષણ સંગમ એક Innovative એપ્લીકેશન બાનાવવામાં આવી છે. આ પોષણ સંગમ એપ્લીકેશન થકી બાળકોને સમયસર પોષણકાળજી અને યોગ્ય સારવાર આપવામાં સરળતા રહે છે. 

       વધુમાંભરૂચ જિલ્લા પંચાયતે આંગણવાડી માળખાને મજબૂત કરવા અને સ્થાનિક રીતે મેળવેલા પોષણ કીટ પૂરા પાડવા માટે ૧૫મા નાણા પંચ અને CSR ભંડોળનો પણ ઉપયોગ કર્યો છે. આ આશાસ્પદ ઘટાડા સાથેજિલ્લાનો હેતુ ૨૦૨૫ ના અંત સુધીમાં SAM ટકાવારી ૧% થી નીચે ઘટાડવાનો છે. જિલ્લા વહીવટીતંત્ર વધુ સઘન સમુદાય જોડાણ અને ડિજિટલ ટ્રેકિંગ સાધનો દ્વારા આ સફળ મોડેલને વધુ વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યું છે.  ભરૂચની આ સિદ્ધિ સ્વસ્થપોષિત અને ભવિષ્ય માટે તૈયાર પેઢી બનાવવા માટેની તેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છેજે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે એક પ્રેરણાદાયક માપદંડ સ્થાપિત કરે છે.

( બોક્ષ)

 સહયોગી પ્રયાસો ફળદાયી આ વ્યૂહરચના નીચેના મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતી.જેમાં ICDS-આરોગ્ય સંકલન અભિયાન: વિવિધ વિભાગો વચ્ચે સુચારુ સંકલનઉચ્ચ બોજવાળા આદિવાસી પટ્ટાઓમાં વિશેષ શિબિરોનું આયોજન

 ઉચ્ચ જોખમ ધરાવતા પરિવારો માટે ઘરે-ઘરે પોષણ પરામર્શ સેવાઓ. SAM બાળકોનું નિયમિત સાપ્તાહિક /માસિક નિરીક્ષણ અને તેમની પુનઃપ્રાપ્તિ પર ધ્યાન


Share

Related posts

ભરૂચ : ઝવેરી નગરનાં મુખ્ય રસ્તા પર બે આંખલાઓ યુદ્ધે ચડયા : રહીશોમાં ખળભળાટ.

ProudOfGujarat

મોબાઈલ સનેચિનગ્ના આરોપીઓ ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બાંચ

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાયરસની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગનાં બજારો જડબેસલાક બંધ રહયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!