Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં આવેલી અને પોટેશિયમ પર્મેન્ગેટેટ બનાવતી યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં આગ

Share

દહેજમાં આવેલી અને પોટેશિયમ પર્મેન્ગેટેટ બનાવતી યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં આગ : કોઇ જાનહાની નહીં કંપનીના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો

ગોડાઉનમાં તૈયાર કરાયેલાં કેમિકલના કારબામાં આગ લાગતાં બ્લાસ્ટ થયાં

Advertisement

ભરૂચ.

દહેજમાં આવેલી યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં ગુરૂવારે સવારના સમયે કોઇ કારણસર અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગને કારણે ગોડાઉનમાં મુકેલાં ડ્રમમાં બ્લાસ્ટ થતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે કંપનીના લાશ્કરોએ તુરંત દોડી જઇ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે ત્યાં કોઇ કર્મચારી હાજર ન હોવાને કારણે સદનશીબે જાનહાની ટળી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આગ કયાં કારણસર લાગી તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી યુનિવર્સલ કંપની પોટેશિયમ પર્મેન્ગેનેટનું ઉત્પાદન કરે છે. દરમિયાનમાં ગુરુવારે સવારે નવેક વાગ્યાના અરસામાં શિફ્ટ ચેન્જનો અને ચ્હા-નાસ્તાનો ટાઇમ હતો. ત્યારે કર્મચારીઓ કંપનીના ગોડાઉના એક ભાગમાં ચ્હા નાસ્તો કરવા ગયાં હતાં. તે વેળાં અચાનક કોઇ કારણસર ફીનિશ્ડ ગોડાઉન ( જ્યાં તૈયાર થયેલી પ્રોડક્ટ મુકવામાં આવે છે)માં આગ લાગી હતી. જોતજોતામાં આગે વધુ પ્રસરતાં આસપાસનો વિસ્તાર ચપેટમાં આવતાં ધૂમાડાના ગોટેગોટા ઉંચે સુધી ઉડ્યાં હતાં. ઘટનાને પગલે કંપનીમાં કામ કરતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી જઇ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે તે સ્થળે કોઇ કર્મચારી ન હોવાને કારણે કોઇ જાનહાની થઇ ન હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. બનાવની જાણ થતાં ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા એફએસએલ ટીમની મદદથી તપાસ આગળની ધપાવી છે.


Share

Related posts

વડોદરા : માર્ગો પર ખુલ્લી ડ્રેનેજ અને કાંસની ચેમ્બરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે..!!

ProudOfGujarat

ભરૂચની શ્રવણ શાળામાં કલા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પરિસ્થિતિને અનુકૂળ થવું એ જ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ – ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!