Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવ એસટી ડેપોના ગોડાઉનમાં ગઈકાલે આવેલાં નવા ટાયરોમાં આજે આગ ભભુકી 

Share

ભરૂચ પાલિકાના લાશ્કરોએ ૪ ફાયર ટેન્ડરની મદદથી આગ કાબુમાં લીધી
। ભરૂચ !
ભરૂચના ભોલાવ એસટી ડેપોના ગોડાઉનમાં ટાવરોમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ તુરંત સ્થળ પર પહોંચી પાલિકાના ત્રણ અને જીએનએફસીના એક ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. નોંધનિય છે કે, ડેપો સંચાલકોના જણાવ્યાનુંસાર હજી ગઈ કાલે જ ગોડાઉનમાં નવા ૧૭૫ ટાયર આવ્યાં હતાં. જે બળીને ખાખ થઈ ગયા હતાં.
ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને ગુરુવારે સવારે બોલાવ એસટી ડેપોના વર્કશોપમાં આગ લાગી હોવાનો કોલ મળતાં પાલિકાના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. ટીમે સ્થળ પર પહોંચતાં વર્કશોપમાં ગોડાઉનમાં આગ લાગી હોવાનું માલુમ પડતાં તુરંત આગને કન્ટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી. ગોડાઉનમાં વેન્ટીલેશનનો અભાવ હોવાથી ટાયરો બળવાને લીધે થયેલાં ધૂમાડાથી આખું ગોડાઉન ભરાઈ ગયું હતું. જેના કારણે લાશ્કરોને અંદર જઈ આગ ઓલવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેના પગલે આખરે તેમને એક તરફ ની દિવાલ તોડવાની ફરજ પડી હતી.દિવાલ તોડયા બાદ ભરૂચ પાલિકાના ૩ અને જીએનએફસીના એક ફાયર ટેન્ડરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી. પાથમિક તબક્કે લાશ્કરોને માલુમ પડયું હતું કે, ગઈકાલે જ નવા ૧૭૫ ટાયર આવ્યાં હતાં. જેનો સ્ટોક ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. સોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર લાગેલી આગમાં તે નવા ટાયરનો સ્ટોક બળીને ખાખ થઈ જતાં એસટી વિભાગ દ્વારા પણ મામલામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

Share

Related posts

ભરૂચમાં 12.35 લાખની ચોરી કરનારા વિરારના સસરા-જમાઇ પૈકી જમાઇની ધરપકડ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં એક ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક રાજપીપલા રોડ વિસ્તારમાં ઝાડી અને ખંડહર મકાન માંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ રીક્ષા વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ ૭૩૯૦૦ની મત્તા જપ્ત.બે આરોપી ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!