Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઠાસરાના ખેડૂત સાથે ઓનલાઈન છેતરપિંડી: બેંક મેનેજર બની ગઠિયાએ રૂ. ૯૦,૬૦૦ ઉપાડ્યા

Share

ભરૂચ

ઠાસરા તાલુકાના કોટલીડોરા ગામના એક ખેડૂત ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. બેંક મેનેજરની ખોટી ઓળખ આપીને એક ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી રૂ.૯૦,૬૦૦ ઉપાડી લીધા હતા. આ મામલે ખેડૂતે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોટલીડોરા ગામના ભરતસિંહ ચાવડાના પિતાનું અવસાન થતાં તેમના ખાતામાં રહેલા રૂ.૬૦ હજાર મેળવવા માટે ભરતસિંહે વારસદાર તરીકેનું સોગંદનામું બેંકમાં જમા કરાવ્યું હતું. બેંક મેનેજરનો કોઈ ફોન ન આવતા, ભરતસિંહે ગુગલ પરથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સેવાલિયા શાખાનો ફોન નંબર શોધ્યો. આ નંબર પર સંપર્ક કરતા તેઓ એક ગઠિયાના હાથે ચઢી ગયા. ગઠિયાએ પોતાની ઓળખ બેંક મેનેજર તરીકે આપી અને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને કેટલીક પ્રક્રિયા કરાવી. આ પ્રક્રિયા બાદ ભરતસિંહના ખાતામાંથી ૯૦,૬૦૦ ઉપડી ગયા હતા. તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે આ રકમ તેમના અન્ય બેંક ખાતામાં જમા થઈ હતી, પરંતુ તે જ દિવસે તે રકમ ડેબિટ પણ થઈ ગઈ હતી. આ બનાવ બાદ ભરતસિંહે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાંથી બે ઇસમોનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..!

ProudOfGujarat

ગોધરા-દાહોદ હાઇવે પાસે કારમાં આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ : ઉમલ્લાથી વેણુગામ સુધીના બિસ્માર રસ્તાનુ ડામરથી પેચીંગ કરવા સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી સહિત માર્ગ મકાન વિભાગને તેમજ કલેકટરને લેખિતમાં રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!