Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંક્લેશ્વર ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫: બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત

Share

 ભરૂચ
 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અંક્લેશ્વર, જી.ભરૂચ દ્વારા પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. સંસ્થામાં વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ તક છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓએ નીચે મુજબની તારીખો અને સૂચનાઓ ખાસ ધ્યાનમાં લેવી:

ચોઈસ ફિલિંગ (પસંદગી ભરવાની) તારીખ:

તા. ૨૮-૦૭-૨૦૨૫ (સોમવાર) થી તા. ૦૪-૦૮-૨૦૨૫ (સોમવાર) સુધી

Advertisement

મેરિટ લિસ્ટ (ગુણવત્તા યાદી) ની જાહેરાત તારીખ:

તા. ૦૭-૦૮-૨૦૨૫ (ગુરુવાર)

સંસ્થામાં પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખ:

તા. ૦૮-૦૮-૨૦૨૫ (શુક્રવાર) થી તા. ૧૧-૦૮-૨૦૨૫ (સોમવાર) સુધી

ખાસ સુચનાઓ:
        પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ કરેલ ના હોય અથવા રજીસ્ટ્રેશન ફી ભરેલ ના હોય તેવા ઉમેદવારે રજીસ્ટ્રેશન ફી ભરી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.
 જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈ પણ ચોઈસ પર પ્રવેશ ના મળેલ હોય તેમણે ફક્ત ચોઇસ ફિલિંગ કરવાની રહેશે   જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય. તેમણે ફોર્મમાં સુધારો કરાવી જવું અને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.   જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ હોય અને અન્ય ટ્રેડમાં પસંદગી આપવા માંગતા હોય તો તેમણે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતી દર્શાવવાની રહેશે. જે ઉમેદવારે પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલ હોય અથવા પ્રથમ રાઉન્ડમો મળેલ ટ્રેડમા એડમિશન લીધેલ ના હોય તેવા ઉમેદવારઓએ નવી અરજી કરવાની રહેશે. 

      વધુ માહિતી અને વિગતવાર સૂચનાઓ માટે, વિદ્યાર્થીઓ સંસ્થાની વેબસાઇટ અથવા સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. સમયસર કાર્યવાહી કરી, આ તકનો લાભ લેવા માટે તમામ પ્રવેશાર્થીઓને વિનંતી છે.તેમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અંક્લેશ્વર, જી.ભરૂચ દ્નારા જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

સુરત ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજીલન્સ સેલની કચેરીનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓએ મામલતદારને આવેદન આપી છુટછાટની માંગ કરી.

ProudOfGujarat

બામસેફ-ઈન્સાફ – બી.એમ.જી સંગઠન દ્વારા વિશ્વ નાં ઐતિહાસિક ધર્મ પરિવર્તન દિવસ ઉપલક્ષ્યે સંવિધાન સંકલ્પ-પ્રતિજ્ઞા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!