Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સમીરાનું નામ ના લેતો તેમ કહીં યુવાન પર તલવારથી હુમલો: ૫ શખ્સો સામે ફરિયાદ : ભરુચ તાલુકાના પારખેત ગામમાં મધ્યરાત્રીએ બનેલી હિંસક ઘટના : કારમાં આવેલાં શખ્સોએ ફોન કરી મિત્ર હોવાનું જણાવી યુવાનને બહાર બોલાવ્યો

Share

ભરૂચ

 

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં પારખેત ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં અહેજાઝ હુસેન ઈશાક સરપંચ કારપેઈન્ટરનો કોન્ટ્રાક્ટ રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત રાત્રીને તેઓ નિત્યક્રમ મુજબ તેમના ઘરે સુઈ રહ્યાં હતાં. દરમિયાનમાં મધ્યરાત્રીના અઢીવાગ્યાના અરસામાં એક અજાણ્યા નંબરથી તેમના મોબાઈલ પર ફ્રોન આવ્યો હતો. તેમણે ફોન ઉપાડતાં શખ્સે પોતાનું નામ સોહેલ પટેલ જણાવ્યું હતું. જે બાદ તેણે તેમના ખબરઅંતર પુછ્યા બાદ તેની કાર તેમના ઘર પાસે બગડી ગઈ હોઈ મદદ માટે આવવા કહેતાં અહેજાઝ સરપંચ થોડા સમય બાદ નીચે આવી તેમની કાર પાસે પહોંચ્યાં હતાં.

તેમના ઘરની બહાર રોડ પર એક હોન્ડા સિટી કાર પાર્ક હતી. જેમાં એક શખ્સ ડ્રાઈવર સીટ પર બેઠો હોત. જ્યારે પાછળની સીટ પર ૪૫થી ૫૦ વર્ષનો એક દાઢીવાળો શખ્સ બેઠો હતો. તેમજ આશરે ૩૦થી ૪૦ વયના ત્રણ જણતા ખાલી સાઈડના પાછળના દરવાજા પાસે ઉભા હતાં. જોકે, તે પૈકીનું કોઈ તેમના મિત્ર સોહેલ પટેલ જેવાં નહીં લાગતાં તેમણે તેમને તમે શા માટે બોલાવ્યો છે તેમ પુછતાં આપેડે બહાર ઉભેલાં ૩ જણાણે બેસાડી દો આને કારમાં તેમ કહેતાં ત્રણેયે તેમને જબજસ્તીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, તેઓ તેમના હાથમાંથી છટકીને તેમના ઘરની ઓસરી તરફ દોડતાં કારમાં પાછળ બેસેલો શખ્સ તલવાર લઈને તેમની પાછળ દોડયો હતો. અને તેમના પિઠ પર ઘા કરતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ શખ્સે પુનઃ તલવારનો ઘા કરવા જતાં અહેઝાજે નજીકમાં પડેલી ક્રિકેટ બેટ લઈ તલવારના ઘાથી બચવાનો પ્રયાસ કરતાં તલવાર બેટથી તેમના હાથ પર આવી જતાં તેમને હાથમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

તેમની હાથની નસો કપાઈ જતાં લોહી વહેવા લાગ્યું હતું. તેમણે બુમરાણ મચાવતાં તેમના ઘરના પરિવારજનો બચાવવા દોડી આવતા તેઓએ આજે તો અહેઝાજને પતાવી જ દઈશું તેમ કહીં અપશબ્દો ઉચ્ચારી રહ્યાં હતાં. અરસામાં આસપાસના લોકો જાગી જતાં તેઓ તેમની કાર વાઈને ત્યાંથી રચક્કર થઈ ગયાં હતાં. બનાવને પગલે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તેમણે ફરિયાદમાં જણાવ્યું હતુ કે, સુરતના કોસાડ ગામે રહેતી સમીરા જમાદાર નામી યુવતી સાથે તેઓ ઈન્સ્ટાગ્રામથી પરીચયમાં હતાં. ત્યારે હુમલાખોરો તેમના પર હુમલો કરી રહ્યાં હતાં તે વેળાં હવે પછી સમીરાનું નામ લેતો નહીં તેવી ધમકીઓ આપી હોવાની કફિયત પણ તેણે રજૂ કરતાં પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.


Share

Related posts

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એબીસી ગ્રુપ દ્વારા દાંડીથી પોરબંદરની યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ નવાપુર અને સોનગઠ ખાતે પણ લોકોએ બંધને સમર્થન આપ્યુ…

ProudOfGujarat

માંગરોળ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!