Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની સગીરાને ઝનોરને યુવાન બાઈક પર બેસાડી ભગાડી જતાં ફરિયાદ : ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી

Share

ભરૂચ.

ભરૂચની એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતાં અને રિક્ષા ચલાવતાં એક શખ્સની સગીર પુત્રીને કોઈ અજાણ્યો યુવાન બાઈક પર ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી યુવાનને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.

Advertisement

ભરૂચ શહેરમાં આવેલી એક ગ્રૂપડપટ્ટી ખાતે રહેતાં એક શખ્સ રીક્ષા ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાં ગત ૧૨મી જૂનના રોજ તેઓ બપોરના સમયે ઘરે આવ્યા બાદ સુઈ ગયાં હતાં. તેમની પત્ની તેમજ ૧૬.૮ વર્ષની પુત્રી પણ તેમની સાથે રૂમમાં સુઈ ગયાં હતાં. બાદમાં સાડાત્રણેક વાગ્યે તેઓ જાગતાં તેમની પુત્રીએ રચ્હા બનાવી હતી. અરસામાં તેમની સગીર પુત્રીએ તેમને પેટમાં દુ:ખે છે. શૌચાલય જઈ આવું તેમ કહી ઘરેથી નિકળી બહારની સાઈડ આવેલાં જાહેર શૌચાલયમાં ગઈ હતી. થોડા સમય બાદ તેમના ઘરની બહાર રોડ પર ચક્રમા વેચતાં એક શખ્સે તેમના ઘરે આવીને તેમની પુત્રી અંગે પુછયું હતું. જોકે, તેમણે તે શૌચાલય માટે ગઈ હોવાનું જણાવતાં તેણે જણાવ્યું હતું કે, તેમની પુત્રી એક બાઈક લઈને આવેલાં છોકરા સાથે બેસીને કયાંક જતી રહી છે.જેથી તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાનમાં તેમને ધ્યાનમાં આવ્યું હતું કે, તેમની સગીર પુત્રી અગાઉ સિવણ કલાસ કરવા જતી હતી. ત્યાં ગંથાર ગામના નિલેશ નામના યુવાન સાથે તે મોબાઈલ પર વાતચિત કરતી હતી.જેથી તેમણે તેમની પુત્રી પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. જેથી તે જ તેને ભગાડી ગયો હોવાની શંકાએ તેમને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

દહેજ પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ  ₹60 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!