Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા નદીમાં 4.36 લાખ ક્યુસેક પાણી છોડાશે, તટના વિસ્તારના લોકોને સાવચેતીના સૂચનો

Share

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ:

ભરૂચ.

Advertisement

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં હાલમાં પાણીની આવક અને સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલમાં ડેમની સપાટી 133.02 મીટર છે, જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં કુલ 7697.20 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ છે, જે 81.37% ક્ષમતા સાથે ભરાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની પાણીની સપાટીમાં 2.44 મીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમમાં પાણીની આવક 4,74,093 ક્યુસેક છે, જેમાંથી 2,86,962 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જયારે કેનલમાં 5985 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ જાહેરાત:
બપોરે 3 વાગ્યા પછી નર્મદા નદીમાં 4,36,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કાંઠે વસવાટ કરતા નાગરિકોને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો પોતાનું રક્ષણ કરી લે અને તંત્ર સાથે સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

“ઇન્ટરનેશન યુથ સ્કિલ ડે” નિમિત્તે રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાએ કોરોના વોરિયર્સ અને વેજીટેબલ વેન્ડર્સને સન્માનિત કર્યા.

ProudOfGujarat

ભરૂચમાં ગેરકાયદેસર ભેંસોનાં પરિવહનને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!