Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ પીડિતોને પરત કર્યો

Share

ભરૂચ: શહેરના “એ” ડિવીઝન પોલીસ મથકે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત વિવિધ ગુનાઓમાં ચોરાયેલા કિંમતી દાગીના તેમજ CEIR પોર્ટલની મદદથી શોધાયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.

આ અભિયાન ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને “એ” ડિવીઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એમ.એમ. રાઠોડના નેતૃત્વમાં અમલમાં લાવવામાં આવ્યું છે.

Advertisement

પોલીસ દ્વારા કુલ ₹3,92,770 ની કિંમતનો મુદ્દામાલ પીડિત નાગરિકોને વિતરણ કરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબનો મુદ્દામાલ સામેલ છે:

29.970 ગ્રામ સોનાની ચેઇન – કિંમત ₹2,58,130

10.770 ગ્રામ પેન્ડલ સાથેની સોનાની ચેઇન – કિંમત ₹92,160

ત્રણ સોનાની વીટી (કુલ 1.870 ગ્રામ) – કિંમત ₹11,580

બે સોનાના પેન્ડલ (કુલ 1.850 ગ્રામ) – કિંમત ₹11,900

રોકડ રકમ – ₹19,000

આ અભિયાનનો મુખ્ય હેતુ ગુનાના કેસોમાં પકડાયેલ મુદ્દામાલ કોર્ટ પ્રક્રિયા બાદ તાત્કાલિક તેમના અસલ માલિકો સુધી પહોંચાડવાનો છે.

ભરૂચ પોલીસે દાખવેલી આ કામગીરીથી પીડિત નાગરિકોને ન્યાય મળ્યો છે અને પોલીસ વિભાગ પ્રત્યે સમાજમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.


Share

Related posts

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને પોસ્ટ વિભાગનાં સિનિયર સુપ્રીટેન્ડન વર્ષાબેન કરાન્ડે દ્વારા દસ વર્ષથી ઓછી ઉંમરની બાળાનાં સુકન્યા ખાતા ખોલાવી આપ્યાં.

ProudOfGujarat

વિરમગામ જી.આઇ.ડી.સી. માં દર શનિવારે ભક્તિભાવથી કરવામાં આવે છે “હનુમાન ચાલીસા” ના પાઠ…

ProudOfGujarat

લીંબડી ખાતે મહિલા નૈતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!