Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે દિપાવલી, નુતનવર્ષ અને ભાઇબીજના તહેવારની શુભેચ્છા પાઠવી છે.

Share

રાજ્યસભા સાંસદ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે દીપાપલી, નુતનવર્ષ અને ભાઇબીજના તહેવારના ત્રિવેણી સંગમે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
અહમદભાઈ પટેલે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ કે, દિવાળી દીપકોનો તહેવાર છે અને નુતનવર્ષ આવનાર વર્ષનાં નવા સંકલ્પો સિદ્ધ કરવા માટેની એક સોનેરી તક છે. દિવાળીમાં પ્રકાશિત થતો દીપક આપણાં સૌમાં નવા ઉત્સાહનો સંચાર કરે અને દીપકની જ્યોતિ જ્ઞાન અને વિવેક જેવા ગુણોને પ્રગટ કરે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નુતનવર્ષ આવનાર દિવસોને હર્ષપૂર્વક અપનાવવા માટેનો એક નવીન અવસર છે અને વિતેલા વર્ષનાં વેરભાવ અને નિષ્ફળતાઓને ભૂલવાની એક તક છે.
અહમદભાઈ પટેલે પોતાના શુભેચ્છા સંદેશમાં સમાજના દરેક વ્યક્તિ પરસ્પર જોડાઈને ભાઈ-બહેનનાં સંબંધ થકી આવનારા વર્ષની શરૂઆત શુભ રહે એવી પણ મંગલ કામના કરી છે. સર્વના ઉજજવળ ભવિષ્ય માટે દિવાળી, નુતનવર્ષ અને ભાઇબીજનું પર્વ મંગલકારી નીવડે એવી પ્રાર્થના કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : વણાકપોર ગામે બહારથી આવેલ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી…

ProudOfGujarat

આગામી ૫ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના કાઉન્ટ-ડાઉનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!