Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની હરિદ્વાર સોસાયટીમાં નવા બની રહેલાં મકાનમાં સંતાડેલો 5.33 લાખનો દારૂ ઝડપાયો

Share

ભરૂચ
ભરૂચના ભોલાવ ગામમાં આવેલી હરીદ્વાર સોસાયટીમાં એક બુટલેગરના નવા બની રહેલાં મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાનું મળેલ ગુપ્ત માહિતીના આધારે એલસીબી ભરૂચની ટીમે રેડ કરી 101 બોક્સ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે રૂપિયા 5,33,280/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગામી દિવસોમાં આવી રહેલાં તહેવારો તેમજ વીઆઇપી મુવમેન્ટને લઇને ખાસ પેટ્રોલિંગ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાની કવાયત હાથ ધરી છે. દરમિયાનમાં એલસીબી પીએસઆઇ ડી. એ. તુવરને ચોક્કસ બાતમી મળી હતી કે, ભોલાવ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં શહેરના કુખ્યાત બુટલેગર નરેશ કિશન કહારનું નવુ મકાન બની રહ્યું છે. જ્યાં નરેશે વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના પગલે તેમણે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતાં મકાનના બાથરૂમમાં સંતાડી રાખેલો કુલ 5.33 લાખની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાને પગલે ટીમે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ફરાર નરેશ કિશન કહાર (મુળ રહે. દાંડિયાબજાર ભરૂચ, હાલ રહે. ચાવજ)ને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ભરૂચ એ ડિવિઝન પોલીસની હદ વિસ્તારમાં અંગત અદાવતમાં બે ઈસમો વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ સ્વ બચાવ માટે આરોપીને હાથમાં ચપ્પુ અછડતું મારી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

વલસાડમાં વરસાદનું આગમન “તંત્ર “ની ખુલી પોલ

ProudOfGujarat

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!