Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક તરૂણને ચાર લબરમુછીયાઓએ ઘેરી લાકડીના સપાટા માર્યા, વિડીયો વાયરલ થયો

Share

પોલીસે વાયરલ વિડિયોના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં

ભરૂચ.

Advertisement

ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે એક યુવાનને અન્ય યુવાન લાકડીના સપાટા મારી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જાહેરમાં જ લબરમુછીયા યુવાનોની હિંસક પ્રવૃત્તિથી વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.યુવાનને કેમ મારવામાં આવી રહ્યો છે તેની પૃષ્ટી હજી થઇ નથી. જોકે, ઘટનાને પગલે પોલીસે વાયરલ વિડિયોના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

સોશિયલ મિડીયાના જમાનામાં વેબ સિરીઝ અને મારધાડ વાળી ફિલ્મ જોઇને યુવાપેઢીઓ હવે આડારસ્તે અને બેફામ બની રહ્યાં છે. ઠેરઠેર નજીવા મુદ્દે યુવાઓ મારક હથિયારો સાથે મારપીટ કરવા ઉતરી પડે છે તેવા કિસ્સાઓ સામાન્ય બન્યાં છે. ત્યારે ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે એક લબરમુછીયા યુવાનને ચાર લબરમુછીયાઓએ ઘેરીને તેની સાથે તકરાર કરી રહ્યાં હતાં. જે પૈકીના એક લબરમુછીયાએ લાકડીના તેને લાકડીના સપાટા મારવાનું શરૂ કરી દીધું હતું. યુવાન તેને કાકલુદી કરતો હોવાનું વિડિયોમાં દેખાય છે. જોકે, તે તેને ધમકાવતો લાકડીના સપાટા મારી રહ્યાો હતો. બીજી તરફ તેના અન્ય સાથીઓ પણ તેને ઢીકાપાટુનો માર મારતાં હોવાનું વિડીયોમાં દેખાઇ રહ્યું છે. ઘટનાને પગલે હુમલાખોર લબરમુછીયાઓને પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ન હોય તેમ જાહેરમાં આવા કૃત્યને અંજામ આપતાં શહેર-જિલ્લામાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે. દૂરથી એક શખ્સે તેના મોબાઇલમાં સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી તેને સોશિયલ મિડીયા પર વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે પણ એક્શનમાં આવી વાયરલ વિડીયોમાં દેખાતાં ચારેય હુમલાખોરોને ઝડપી પાડવાની અને કયાં કારણસર તેમણે યુવાનને માર માર્યો તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

વડોદરાના કોટંબી ગામ એ વરણામાં અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ 1.75 કરોડની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : જીતાલી ગામમાં તસ્કરોએ ધોળા દિવસે મકાનને નિશાન બનાવી રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી.

ProudOfGujarat

સ્ટેચયુ ઓફ યુનીટીનાં બસ ડ્રાઇવરની બેદરકારી ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!