Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIATechnologyUncategorized

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના અંકલેશ્વરમાં નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું

Share

૫૦૦૦૦ ચોરસ મીટરમાં ૩૨ કરોડના ખર્ચે  બનાવવામાં આવી રહેલા ટ્રાન્સપોર્ટ ઝોન વિકસાવવાનીકોમન ઇન્ફ્રાસ્ટ્રકચર સવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભરૂચના અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે ૫૦૦૦૦ ચોરસમીટરમાં રૂા. ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લઇને ત્યાં થઇ રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ જિલ્લાઓની તેમની મુલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધિન મહત્વના પ્રોજેકટસની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમહાથ ધર્યો છે. જે અંતર્ગત આ ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લીધી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

અંકલેશ્વર ઔધોગિક વસાહતના થયેલ અભુતપુર્વે વિકાસના પરીણામે ઉધોગો માટે અસંખ્ય તકોનું નિર્માણ થયેલ છે. આ તકોના સર્જનના પાયામાં ભારે વાહનો ઉપયોગ આર્શીવાદરુપ બની રહે તે બાબતને સાર્થક કરવા અને જીઆઇડીસી અંક્લેશ્વર વસાહતની ટ્રાફીક સમસ્યાને ઉકેલવા અર્થે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહકારથી જીઆઇડીસી દ્વારા અંકલેશ્વર ખાતે પ્લોટ નં.૩૦૦૨/સી૫૦૦૦૦.૦૦ ચો.મીમાં ટ્રાંસપોર્ટ ઝોન /પાર્કીંગ ઝોન વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે. જે સાથે અન્ય આનુસાંગીક સેવાઓ એટલે કે પેટ્રોલ પંપગેરેજવિશ્રામગ્રુહ વાણીજ્યક પ્રવૃતિઓઓનું આયોજન અંગેની મુખ્યમંત્રીને સંબંધિતો દ્વારા વિગતે જાણકારી આપવામાં આવી હતી. 

આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ ૫૧૦ જેટલા નાના મોટા વાહનોને પાર્કીંગની સુવિધા પુરી પાડવા માટે સક્ષમ છેતેમજ ઉધોગોના તૈયાર કાચા માલ સામાનના સંગ્રહ અર્થે ૧૩ મીટર ઉચાઇ વાળા કુલ ૩૧૨૫ ચો.મીના વેરહાઉસનું પણ નિર્માણ હાલ પ્રગતિમાં જેનું મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જીઆઇડીસી દ્વારા આ ૩૨ કરોડ ની લાગતથી તૈયાર કરવામાં આવેલ ટ્રાંસપોર્ટ ઝોનથી જીઆઇડીસી અંકલેશ્વર જ   નહીં અન્ય રસ્તાઓ પર થતા ટ્રાફિક જામથી પણ જનતાને છુટકારો મળશે.

   મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,ધારાસભ્ય સર્વ ઇશ્વરસિંહ પટેલરમેશભાઇ મિસ્ત્રીડિ.કે.સ્વામીઅરૂણસિંહ રણારિતેષ વસાવાજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેજી.આઇ.ડી.સીના અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વાલીયા એપીએમસી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

રાજયમાં સરકાર સર્જિત જળસંકટ હોવાનુ એહમદ પટેલનુ ટિવટ.

ProudOfGujarat

ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી માંથી આપ્યું રાજીનામુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!